Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

રાજ્‍ય સરકાર દ્વારા પોલીસના ગ્રેડમાં વધારો કરતા સાવરકુંડલા ટાઉનમાં ખુશી

સાવરકુંડલા,તા. ૧૭: ગુજરાત સરકાર દ્વારા પોલીસ ગ્રેડમાં વધારો કરતા પોલીસ બેડામાં ખુશીની લાગણી ફેલાઇ હતી પરસ્‍પર મ્‍હો મીઠા કર્યા હતા.

ગુજરાત રાજ્‍યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસના પગાર ભથ્‍થામાં વધારો કરવા કરોડો રૂપિયા આપવાની જાહેરાતથી પોલીસ બેડામાં ખુશીની લહેર પ્રસરી હતી. જેમાં સાવરકુંડલા ટાઉન પોલીસ સ્‍ટેશનના પી.આઇ. વાઘેલાએ પોલીસ કર્મચારીઓના મ્‍હો મીઠા કરી ખુશી વ્‍યકત કરી હતી તો મહિલા પોલીસે પણ બહેનોને પેંડા ખવડાવ્‍યા હતા.

(12:58 pm IST)