Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

જૂનાગઢ શહેર જિલ્લામાં ૭૭ જુગારીઓ રૂા. ૧.૭૭ લાખનાં મુદ્દામાલ સાથે ઝબ્‍બે

પોલીસની કાર્યવાહીથી શકુનીઓમાં ફફડાટ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૮ : જૂનાગઢ શહેર જીલ્લામાં પોલીસ દરોડા પાડીને ૭૭ જુગારીઓને રૂા. ૧.૭૭ લાખનાં મુદ્દામાો સાથે પકડી પાડતા શકુનીઓમાં ફફડાટ વ્‍યાપી ગયો છે.

સાતમ-આઠમમાં તહેવાર દરમ્‍યાન જુગારની સહિતની ગેરકાનુની પ્રવૃતિ અટકાવવા એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ સુચના જારી કરતા પોલીસે જૂનાગઢ જિલ્લામાં દરોડાની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે જુગારીઓ સામે લાલ આંખ કરીને જૂનાગઢ બી ડીવીઝન, સી ડીવીઝન તથા તાલુકા વિસ્‍તાર ઉપરાંત વિસાવદર ટાઉન તેમજ મોટા કોટડા ગામેથી ઉપરાંત ભેંસાણ, કેશોદ, વંથલી, માણાવદર, શીલ અને માળીયાહાટીના વિસ્‍તારમાંથી ત્રણ મહિલા સહિત કુલ ૭૭ શખ્‍સોને જુગાર રમતા પકડી પાડયા હતા.

પોલીસે જુગારીઓ પાસેથી રોકડ સહિત રૂા. ૧,૭૭,૧૦૦ની કિંમતનો મુદ્દામાલ કબ્‍જે કરી તમામની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(1:49 pm IST)