Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

ખડધોરાજીના ફોૈજી ગોૈતમ અને તેના ભાઇ પર અનિડાવાછડામાં સાસરિયાનો હુમલો

પત્‍નિ માવતરે ગઇ હોઇ તેની સાથે વિડીયો કોલ દરમિયાન સાળીએ તુંકારો દેતાં ઝઘડોઃ કારમાં પણ તોડફોડ કરાયાનો ફોૈજીનો આક્ષેપ

રાજકોટ તા. ૧૮: કાલાવડના ખડધોરાજી ગામે રહેતાં અને થોડા દિવસથી રજા લઇને વતન આવેલા ફોૈજી યુવાન અને તેના ભાઇ પર ગોંડલના અનિડાવાછડા ગામે સાસરિયા પક્ષના લોકોએ હુમલો કરી માર મારતાં બંને ભાઇઓને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે.

જાણવા મળ્‍યા મુજબ અરૂણાચલ ખાતે   આર્મીમાં ફરજ બજાવતો જવાન ગોૈતમ માવજીભાઇ ચંદ્રપાલ (ઉ.૨૨) તથા તેનો ભાઇ ગિરીશ માવજીભાઇ ચંદ્રપાલ (ઉ.૩૮) ગત રાતે નવેક વાગ્‍યે અનીડાવાછડા ગામે ગોૈતમના સસરા જેન્‍તીભાઇ જીવાભાઇ મકવાણાના ઘરે ગયા ત્‍યારે સસરા જેન્‍તીભાઇ, સાળા તુષાર, કાકાજી કાંતિભાઇ, ધવલ, મિહીર, દયાબેન, શીલુબેન સહિતનાએ હુમલો કરી ઢીકાપાટુ અને ધોકાથી માર મારતાં ફોૈજી અને તેના ભાઇને ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં ગોંડલ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

ંફોૈજી ગોૈતમ ચંદ્રપાલે જણાવ્‍યું હતું કે મારી પત્‍નિ ચદન તેના માવતર અનિડાવાછડા ગઇ હોઇ રાતે પોતે રાતે જમવા બેઠો હતો ત્‍યારે પત્‍નિનો વિડીયો કોલ આવતાં પોતાને ત્‍યાં ક્‍યારે આવવાનું એવું પુછતાં સાળીએ અહિ શું કામ છે કહી તુકારો દેતાં ચડભડ થયા બાદ પોતે અને ભાઇ સાસરિયે વાત કરવા જતાં ઝઘડો કરી હુમલો કરાયો હતો. પોતાની કારમાં પણ તોડફોડ કરવામાં આવ્‍યાનું ફોૈજીએ જણાવ્‍યું હતું. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(12:26 pm IST)