Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

જામજોધપુર પાસે સવા લાખનો દારૂ કારમાં લઇ આવતા ૩ ઝડપાયા

જામનગર-જામજોધપુર તા. ૧૮ : ગ્રેકલરની ઇનોવા કારમાં ત્રણ ઇસમો અંગેજી દારૂનો જથ્‍થો વાસજાલીયા ગામ તરફથી સતાપર ગામ તરફ આવી રહેલ છે. તેથી હકીકત ઇનોવાકારને પકડી પાડી તેમાંથી અંગ્રેજી દારૂની અલગ -અલગ બ્રાંડની બોટલો નં.ગ ર૬૮ જેની કી. રૂ. ૧,૩૪,૦૦૦ ત્‍થા ઇનોવાકાર રજી.ન. જી. જે.રપટી જે ૩૭૭૭ કિ.રૂા.૩,૦૦, ૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ-ર કી રૂા. ૧૦,૦૦૦ એમ કુલ મુદામાલ કી. ૪,૪૪,૦૦૦ સાથે આરોપી (૧) પરેશ ઉર્ફે પરીયો છગનભાઇ હીંગળાજીયા (ર) જયેશ ઉર્ફે લખન કારાભાઇ મોરી (૩) ભરતભાઇ જીતુભાઇ વડાણીયા, (૪) (ફરારી) કાનાભાઇ લાખાભાઇ મોરી (પ)(ફરારી) પબાભાઇ મેરાભાઇ મોરી (૬) (ફરારી) રોશભાઇ મેરાભાઇ મોરી તથા (૭) (ફરારી) પ્રભાતસિંહ ઉર્ફે મુન્નોટકો રણજીતસિંહ જાડેજામાંથી ૩ ને ઝડપી લેવાયા હતા. આ કાર્યવાહી જામજોધપુર પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સપેકટર એમ.એન. ચૌહાણ તથા પો.હેઙ કોન્‍સ. પ્રજ્ઞરાજસિંહ જાડેજા તથા ચંદ્રેશભાઇ સોઢા તથા પો.કોનસ. રાજદીપસિંહ જાડેજા તથા દિલીપભાઇ જાડેજા તથા ઋષીરાજસિંહ વાળા તથા પો.કોન્‍સ. અશોકભાઇ ગાગીયા તથા ભગીરથસિંહ જાડેજા તથા માનસંગભાઇ ઝાપડીયા વુ.પો.કોન્‍સ રિધ્‍ધીબેન વાડોદરીયા વિગેરેનાઓએ કરેલ છે.

(12:13 pm IST)