Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

વાંકાનેરમાં જન્‍માષ્‍ટમી પર્વ ધામધૂમથી ઉજવાશે

લોહાણા મહાજન વાડી ખાતે સંતો-મહંતો વિ.હિ.પના આગેવાનો તથા વેપારી મંડળો તથા બજરંગદળના હોદ્દેદારો સહી રહેશેના આગેવાનો આ ધર્મસભામાં ઉપસ્‍થિત

(લિેતેશ ચંદારાણા દ્વારા) વાકાંનેરતા.૧૮: તા.૩ને બુધવારે રાત્રીના અત્રેની લોહાણા મહાજન વાડી ખાતે માલધારી સમાજ તથા સમસ્‍ત હિન્‍દુ સમાજ તેમજ સંતો-મહંતો, વિશ્વ હિન્‍દુ પરિષદના આગેવાનો દ્વારા જન્‍માષ્‍ટમી તથા ગણેશ ઉત્‍સવની ઉજવણી માટે મીટીંગ યોજાઇ હતી.

ઉપરોકત મીટીંગ શરૂ થયા પહેલા ઉપસ્‍થિત સંતો-મહંતો દ્વારા દિપ પ્રાગટય કરવામાં આવેલ. ત્‍યારબાદ કાર્યક્રમના પ્રારંભે દરેક-સંતો-મહંતોનું વિવિધ આગેવાનો દ્વારા ફુલહાર તથા સાલ ઓઢાળી સન્‍માન કરવામાં આવેલ હતુ.

પ્રારંભે ગાયત્રી શકિતપીઠના મહંતશ્રી અશ્વિનભાઇ રાવલે આપણા હિન્‍દુ સમાજના તહેવારોની ઉજવણી કરતા આગેવાનોને બીરદાવ્‍યા હતા ત્‍યારબાદ રૂગનાથજી મંદિરના શ્રીરેવાદાસભાઇ હરીયાણીએ શ્રીકૃષ્‍ણ ભગવાનના જન્‍મના વધામણા વર્ષોની પરંપરા મુજબ ઉજવવા જ જોઇએ સંતો-મહંતો માત્ર આશિર્વાદ આપતા હોય છે પણ જેના ઉપર શ્રીકૃષ્‍ણભગવાન અને વિધ્‍ન હર્તા ગણપતિબાપાની કૃપા હોય તો જ આવા શોભાયાત્રા ભગવાનની નગરયાત્રાના કામ કરી શકે તેમજ જીતુભાઇ સોમાણી તથા તેમની ટીમને બીરદાવ્‍યા હતા.

મીટીંગમાં ઉપસ્‍થિત રાજકોટ મ.ન.પા.ના કોર્પોરેટર બાબુભાઇ ઉધરેજા એ પણ ઉપરોકત બન્ને ઉત્‍સવ જન્‍માષ્‍ટમી તથા ગણેશજીની શોભાયાત્રા વર્ષોની પરંપરા છે અને આજે વાંકાનેરમાં પણ ૧૯૮૬થી શોભાયાત્રા નીકળે છે અને આ વર્ષ પણ તા.૧૯ના રોજ શોભાયાત્રા યોજાશે દરેક હિન્‍દુ સમાજના ભાઇઓ બહેનોએ આ શોભાયાત્રામાં જોડાવવા અપીલ કરી હતી.

અંતમાં જીતુભાઇ સોમાણી એ આ સમસ્‍ત માલધારી સમાજ તથા સમસ્‍ત હિન્‍દુ સમાજ આયોજીત જન્‍માષ્‍ટમી તથા ગણેશ ઉત્‍સવની ઉજવણી થવી જ જોઇએ અને આગામી તા.૧૯ના રોજ અત્રે દિવાનપરા ખાતે આવેલ પંચેશ હનુમાનજી મંદિર પાસેથી ભવ્‍ય શોભાયાત્રા પ્રસ્‍થાન થશે તો દરેક કૃષ્‍ણભકતો તથા ગણેશ ભકતજનોએ ઉપસ્‍થિત રહેવા આહવાન કરવામાં આવેલ હતુ.ં

જીતુભાઇ સોમાણીએ પ્રથમ સૌરાષ્‍ટ્રમાં ૧૯૮૫માં ધોરાજીમાં શોભાયાત્રાનુ આયોજન કરવામાં આવેલ હતુ અને આ વર્ષે પણ શોભાયાત્રા યોજવાનું નક્કી કરવામાં આવેલ હતું.

ઉપરોકત મીટીંગમાં દરેક સમાજના અગ્રણીઓ સંતો-મહંતો તથા વિ.હિ.પ તથા બજરંગ દળના આગેવાનો વ્‍યાપારી મંડળના વિવિધ સંગઠનોના અગ્રણીઓ તથા ગણેશજીના દરેક પંડાલના સંચાલકો-કાર્યકરો તથા મીટીંગમાં ઉપસ્‍થિત દરેક કૃષ્‍ણ ભકતનો તથા કેરાળા રાણીમાં રૂડીમાંની જગ્‍યા મહંત તેમજ ફળેશ્વર મહાદેવ જગ્‍યાના શ્રીવિશાલભાઇ પટેલ તથા રાજયગુરૂશ્રીનાગાબાવાજીની જગ્‍યાના મહંત શ્રીજે.ડી. ગોસ્‍વામી, ગાયત્રી મંદિરના અશ્વિનભાઇ રાવલ તેમજ રૂગનાથજી મંદિરના શ્રીરેવાદાસ હરીયાણી તથા માલધારી સમાજના આગેવાનોનો ઉપસ્‍થિત રહેવા બદલ આભાર વ્‍યકત કરવામાં આવેલ હતો

સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિરાજભાઇ મહેતા તથા જીતુભાઇની ટીમ દ્વારા કરવામાં આવેલ હતુ તથા ઉપસ્‍થિત સંતો-મહંતોએ જીતુભાઇનુ ફુલહારથી સન્‍માન કરવામાં આવેલ હતું.

(12:08 pm IST)