Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

જુનાગઢના કલેકટર રચિતરાજ સમુદ્ર બંદરે મતદાન જાગૃતિ અભિયાન સરોવર સ્‍થળોએ ધ્‍વજવંદન

(વિનુ જોષી દ્વારા)જુનાગઢ તા.૧૮ :  જુનાગઢના જીલ્લા કલેકટરશ્રી રચિરાજ દ્વારા સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણીની ઉજવણીના ભાગરૂપે અરબી સમુદ્રના બોટ અને માંગરોળ બંદર પર ચુંટણી પ્રચાર અને સ્‍વીપ પ્રવૃતિ હાથ ધરવામાં આવેલશ્રી રચિતરાજએ જણાવ્‍યું હતું કે આગામી વિધાનસભાની ચૂંટણીઓને ધ્‍યાનમાં રાખીને આપણી ભવ્‍ય લોકશાહીના ૭પ વર્ષની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના માછીમાર સમાજ માટે ખાસ ઝૂંબેશનું આયોજન કરવામાં આવ્‍યું છે.

જેમાં અમે નવામતદારોની નોંધણી તેમજ અનય મતદાર યાદી કાર્યો જેવા કે ફોર્મ ૬ ફોર્મ-૭ સંગ્રહ આધારલીંકીંગ મતદાર જાગૃતિ મંચ અને સ્‍વીપ પ્રવૃતિઓ માટે એક ખાસ શિબિરનું આયોજન કર્યુ હતું. જાુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર કોઇ મતદાર પાછળ ન રહે તેવા હેતુ સાથે જિલ્લાની મતદાન ટકાવારી વધારવા માટે તૈયાર છે.

શ્રી રચિતરાજ એ વધુમાં જણાવેલ કે અમૃત સરોવર સ્‍થળો પર પણ ત્રિંગો લ્‍હેરાવી ધ્‍વાજવંદન કરાયું છે. ઉપરાંત જલશકિત મિશનના ભાગરૂપે જુનાગઢ જિલ્લામાં અમારી પાસે કુલ ૯૧ અમૃત સરોવર સાઇટસ છે જેમાંથી અમે ર૦ તળાવની જગ્‍યાઓ ઓળખી કાઢી છે પેવર બ્‍લોક વડે સ્‍થળોને સુંદર બનાવ્‍યા છે. અને દરેક અમૃત સરોવર પર ધ્‍વજવંદન સમારોહનું આયોજન પણ કર્યુ હતુ઼ તેમજ જીલ્લામાં જળ સરંક્ષણ માટેની સજજતાના પ્રતિક તરીકે આ આઝાદી કા અમૃત મોહત્‍સવ નિમિતે વરસાદી પાણીની બચત અને સવર્ધન પર ધ્‍યાન કેન્‍દ્રીત કરીને સ્‍વતંત્ર દિવસની ઉજવણી કરી છ.ેજેની થીમ વર્ષા જયા એક જયારે પડે છ.ે(તસ્‍વીર મુકેશ વાઘેલા-જુનાગઢ)

(12:57 pm IST)