Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

પોરબંદરઃ પશુઓ માટે પ્રેરક કાર્ય

પોરબંદર : માધવપુર ધેડની સંજીવની નેચર ફાઉન્ડેશન  ટિમ દ્વારા કોળી સમાજની વાડીમાં ૨૦૦૦ આયુર્વેદિક લાડવા બનાવવામાં આવ્‍યા હતા. તે દાતા સંજીવની નેચર ફાઉન્‍ડેશન માધવપુર ઘેડ ની ટીમ તેમજ જીતભાઈ મજીઠીયા તેમજ અનિરુદ્ધભાઈ જાડેજા ના આર્થીક સહયોગથી આયુર્વેદ લાડુનું આયોજન કરવામાં આવ્‍યું હતું માધવપુર સંજીવની નેચર ફાઉન્‍ડેશનની ટીમ દ્વારા આયુર્વેદિક લાડુ બનાવવામાં આવ્‍યા હતા. ગૌમાતાને તેમજ પશુધનને લંપી વાયરસથી રક્ષણ મળે તે હેતુથી આયુર્વેદિક ૨૦૦૦ લાડુ બનાવવામાં આવ્‍યા હતા. ગલીઓ શેરીઓ તેમજ વાડી વિસ્‍તાર સહિતના અનેક વિસ્‍તારોમાં રખડતા પશુઓને ત્રણ દિવસ સુધી આયુર્વેદિક લાડવા ખવડાવવામાં આવ્‍યા હતા. રખડતા પશુઓમાં  શક્‍તિ વધે તે હેતુથી આયુર્વેદિક લાડુ તમામ માધવપુર ના પશુધનને સંજીવની નેચર ફાઉન્‍ડેશનની ટીમ દ્વારા લાડુ ખવડાવવામાં આવ્‍યા હતા. લાડુ બનાવવાનું કામ કરતા સેવકોની તસ્‍વીર.

(11:11 am IST)