Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

ઉનામાં આઝાદી અમૃત મહોત્‍સવ

 ઉનાઃ ભારત દેશને આઝાદ થયાને ૭૫ વરસ પૂર્ણ થયા અને ૭૬મી સ્‍વતંત્રતા દિવસની દેશભકિત આન,બાન, શાનથી ઉના તાલુકા અને શહેરમાં કરવામાં આવી હતી. તાલુકા કક્ષાની ઉજવણી સોનારી ગામે પ્રાથમીક શાળાના મેદાનમાં પ્રાંત અધિકારી જવલંત રાવલે ધ્‍વજવંદન કરેલ હતું. તેમજ શહેરમાં સ્‍વામિનારાયણ ગુરૂકુળ, ગાયત્રી હાઇસ્‍કુલ, શ્રુતિ વિદ્યાલય, પોસ્‍ટ ઓફીસ ચોક, શિશુ ભારતી શાળા, શાહ એચ.ડી.હાઇસ્‍કુલ વિગરે શૈક્ષણિક સામાજીક સંસ્‍થાઓ દ્વારા ધ્‍વજવંદન કરી સલામી આપી હતી. ઉના શહેર તથા તાલુકાનાં તમામ ઘરોની ઉપર, દુકાનો ઉપર ૩ દિવસ તિરંગા ધ્‍વજ લગાવી દેશભકિત બતાવી હતી. આઝાદી મહોત્‍સવ ઉજવણીની તસવીરો.

 

(10:49 am IST)