Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

પોરબંદર જેસીઆઇ મહિલા વિંગ દ્વારા ડાન્‍સ કોમ્‍પીટીશન

 પોરબંદરઃ જેસીઆઈ મહિલા વિંગ દ્વારા ડાન્‍સ કોમ્‍પિટિશનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સ્‍પર્ધામાં ૫ થી ૧૦ વર્ષના બાળકો માટે ‘એ' વિભાગ અને ૧૧ થી ૧૮ વર્ષના યુવક યુવતીઓ માટે ‘બી' વિભાગમાં સ્‍પર્ધા યોજાય હતી. આ બંને સ્‍પર્ધામાં વિજેતા બાળકોને શિલ્‍ડ અને ગિફટ આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. ભાગ લેનાર તમામ સ્‍પર્ધકોને પ્રમાણપત્ર આપી પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા.  આ કાર્યક્રમને સફળ બનાવવા જેસીઆઈ મહિલા વિંગના ચેરપર્સન હેતલ બાપોદરા, પ્રોજેક્‍ટ ચેરપર્સન ભક્‍તિ મોનાણી, પ્રોજેક્‍ટ ટિમના સોનલ પટેલ, વર્ષા ગોરાણીયા, જિજ્ઞા તન્ના, નિશા કાનાણી, જિજ્ઞા રાડીયા, રૂપલ કારીયા, અલ્‍પા અમલાણી, ધર્મિષ્ઠા પટેલ, એકતા દાસાણી, માનસી દાસાણી, દીપ્તિ થાનકી વગેરેએ જહેમત ઉઠાવી હતી. નિર્ણાયક તરીકે ડો. યેશાબેન શાહ, આરતીબેન બદીયાણી અને હિતેશભાઈ અમલાણીએ સેવા આપી હતી. સ્‍પર્ધામાં રજુ થયેલ કૃતિ તેમજ વિજેતાઓને શીલ્‍ડ એનાયત કરવામાં આવ્‍યા તે તસવીરો.

 

(10:49 am IST)