Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

જૂનાગઢમાં હાટકેશ યુવક મંડળ દ્વારા જન્‍માષ્‍ટમી ફલોટનું નિર્માણઃ આજે ઉદ્‌ઘાટન

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૮: જૂનાગઢમાં જન્‍માષ્ટમી મહોત્‍સવને લઈ વિવિધ સભર વિષયોને લઈ હાટકેશ યુવક મંડળ દ્વારા દર વર્ષે અનોખા ફલોટ તૈયાર કરવામાં આવે છે જે સંદર્ભે આ વર્ષે પણ કૃષ્‍ણ લીલા અને હિન્‍દુ ધર્મ સંસ્‍કૃતિને ઉજાગર કરતા અનોખા ફલોટ નયન રમ્‍ય રંગોળી શણગાર સાથે ની તૈયારી ને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.
સાતમ આઠમ જન્‍માષ્ટમી નિમિત્તે હાટકેશ મંદિર પાસે વિશાળ પટાંગણમાં હાટકેશ યુવક મંડળ તૈયાર કરાયેલા ફલોટનું ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના હસ્‍તે ઉદઘાટન કરાશે.આ તકે મેયર ગીતાબેન પરમાર ,ડેપ્‍યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, ધારાસભ્‍ય ભીખાભાઈ જોશી, પુનિતભાઈ શર્મા કોર્પોરેટરો તથા શહેરના મહાનુભવો ઉપસ્‍થિત રહેશે
હાટકેશ યુવક મંડળ દ્વારા આ વર્ષે શ્રીકૃષ્‍ણ જીવન લીલા દર્શાવતા ફલોટ ઉપરાંત વિશાળ રંગોળી અને નયનરમય શણગાર સુશોભન ફલોટ ઉપરાંત જન્‍માષ્ટમીના દિવસે શુક્રવારે રાત્રે મટકી ફોડના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે.
હાટકેશ યુવક મંડળના ઉમેદ સિંહ સોલંકીના માર્ગદર્શન નીચે શહેર ફલોટ સુશોભનને લઇ યુવક મંડળ ની ટીમ દ્વારા અંતિમ ઓપ આપી રહી છે.
ગુરૂવાર અને શુક્રવાર બે દિવસ દરમિયાન શહેરીજનોને હાટકેશ યુવક મંડળ દ્વારા તૈયાર કરાયેલા ફલોટ સુશોભનના દર્શનનો લાભ લેવા હાટકેશ યુવક મંડળની યાદીમાં જણાવાયું છે.

 

(10:47 am IST)