Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

લોધિકાના ચીભડાં ગામે ચાર વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ લાલજી ખીમસુરિયાં ઝડપાયો

ઘરમાં ધુસીને પીંખી નાખી :અભેપર ગામના પાટિયા પાસેથી દબોચી લેવાયો

રાજકોટ: લોધીકા તાલુકાના ચીભડાં ગામે 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમની પોલીસે ધરપકડ કરી છે. પડોશમાં જ રહેતી 4 વર્ષની બાળકીને એકલી જોઈ નરાધમે ઘરમાં ઘુસી દુષ્કર્મ આચર્યું હોવાની લોધિકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાય હતી. જેને આધારે પોલીસે આરોપીને દબોચી લીધો છે
  લાલજી ખીમસુરીયા નામના શખ્શ પર 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવાનો આરોપ છે. રાજકોટનાં લોધિકા પોલીસ સ્ટેશનમાં શનિવારના રોજ એક મહિલાએ તેની 4 બાળકી પર પાડોશમાં જ રહેતા 43 વર્ષીય લાલજી ખીમસુરીયા નામનાં શખ્સ વિરુદ્ધ દુષ્કર્મની પોલીસ ફરીયાદ નોંધાવી હતી. જેને આધારે પોલીસે આરોપીને ગણતરીની કલાકોમાં જ દબોચી લીધો હતો
 . પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપીએ 4 વર્ષની બાળકીને ઘરમાં એકલી જોઈ હોવાથી બાદમાં તેના ઘરમાં પ્રવેશી તેને પિંખી નાખી હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી પુછપરછ શરૂ કરી છે.પોલીસનાં કહેવા મુજબ રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકા ચીભડા ગામે ભોગબનનાર 4 વર્ષની બાળકી પોતાના ઘરે એકલી હતી. ત્યારે તેની પાડોશમાં રહેતા 43 વર્ષીય લાલજી ખીમસૂરિયાની નજર પડી હતી અને તેના ઘરમાં પ્રવેશ કર્યો હતો અને બાળકી સાથે દુષ્કર્મ આચાર્ય હતું. બાળકીની બુમો સાંભળી બાદમાં માતા પિતા સાથે વાત કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો, અને તેથી આરોપી નાસી ગયો હતો જેની સિમ વિસ્તારમાં પોલીસે શોધખોળ હાથ ધરી હતી. આરોપી નજીકમાં અભેપર ગામના પાટિયા નજીક હોવાની માહિતી મળતા તેની ધરપકડ કરી પોકસો એક્ટ કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(9:17 pm IST)