Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

મુખ્યમંત્રી રૂપાણી સતાધારમાં :આપાગીગાની સમાધિના દર્શન કર્યા :મહંત જીવરાજબાપુના ખબર અંતર પૂછ્યા

લઘુમહંત વિજય ભગતે સાલ ઓઢાડીને મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું

સતાધાર ;મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી સતાધાર ખાતે આવી પહોંચ્યા હતા  તમામ કાર્યક્રમો ટૂંકાવી કાફલા સાથે મુખ્યમંત્રીએ સતાધારની મુલાકાત લીધી હતી. સતાધારના આપાગીગાની સમાધિના પણ દર્શન કર્યા હતા ત્યારે સતાધારના મહંત જીવરાજબાપુની તબિયત નાજુક હોવાથી વિજય ભાઈ રૂપાણીએ તેમના પણ હાલચાલ પૂછ્યા હતા. આ પ્રસંગે સતાધારના લઘુમહંત વિજય ભગતે સાલ ઓઢાડીને મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું

(8:23 pm IST)