Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

સુરેન્દ્રનગરમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી યુવકની હત્યા

પતરાંવાળી ચોકમાં બાપા સીતારામ મઢુલી પાસે હત્યા કરાયેલી યુવકની લાશ મળી

સુરેન્દ્રનગરમાં યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરાઈ છે શહેરની મધ્યે  પતરાવળી ચોકમાં બાપા સીતારામની મઢુલી પાસે હત્યા કરાયેલી યુવકની લાશ મળતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે
   મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગરના માધ્ય વિસ્તાર ચોકમાં પતરાવાળી ચોકમાં બાપા સીતારામની મઢુલી પાસે યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી
જે અંગે જાણ કરાતા પોલીસની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને યુવકની લાશનો કબજો લઇને પોસ્ટમોર્ટ માટે મોકલી આપવામાં આવી હતી
     અંગે પોલીસને હજી હત્યાનું કારણ જાણવા મળ્યું નથી અને પોલીસે યુવકની ઓળખની કામગીરી હાથધરી છે.

(8:23 pm IST)
  • હોંગકોંગમાં લોકતંત્ર સમર્થકોના જવાબમાં ચીન સમર્થક પ્રદર્શકારીઓની રેલી ;હોંગકોંગમાં લોકતંત્ર સમર્થક કાર્યકરો દ્વારા ફરીવાર મોટી માર્ચનું કરશે આયોજન access_time 12:58 am IST

  • લાલુપ્રસાદ યાદવ આર્થારાઇટિસથી પીડિત :આરજેડીના અધ્યક્ષ લાલુયાદવની તબિયત લથડી : આર્થારાઇટિસની પીડિત હોવાને કારણે હાલવા ચાલવામાં તકલીફ ;રાંચી સ્થિત રિમ્સના ડોક્ટરોએ આ અંગે જાણકારી આપી access_time 1:02 am IST

  • આંધ્રપ્રદેશમાં પુરમાં ડૂબી શકે છે ચંદ્રબાબુનું ઘર :તંત્રએ ખાલી કરવા નોટિસ ફટકારી :આધ્રપ્રદેશના અધિકારીઓએ પૂરની ભયંકર સ્થિતિને લઇને પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુને કૃષ્ણા નદી કિનારાના ઘરને ખાલી કરવા નોટિસ મોકલી access_time 12:51 am IST