Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

જામનગરમાં રિક્ષાના શો-રૂમમાં આગ

જામનગરઃ જામનગરમાં સાત રસ્તા સર્કલ નજીક પેટ્રોલ પંપ પાસે આવેલા સીગ્મેન સેલ્સ એન્ડ ડીસ્ટ્રીબ્યુશન સર્વિસીઝ પ્રા.લી. નામના પીયાગો કંપનીની રિક્ષાના એક શોરૂમમાં ગઇ રાત્રે ૧૧-૦૦ વાગ્યા આસપાસ અચાનક આગ ફાટી નીકળી હતી. આ અંગેની જાણ થતા ફાયર બ્રિગેડ શાખાની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને ત્રણ ગાડી પાણીનો મારો ચલાવી આગને કાબૂમા લીધી હતી. આ આગના કારણે શો રૂમમા રહેલી રિક્ષા અને તેના સ્પેર પાર્ટસ ઉપરાંત કોમપ્યુટર સિસ્ટમ, એ.સી. વગેરેને નુકશાની પહોંચી હતી. આશરે રૂ. પ૦ લાખનું નુકસાન થયુ હોવાનો અંદાજ શો-રૂમ સંચાલકો તરફથી આપવામાં આવ્યો છે.

(12:33 pm IST)