Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

થાનગઢનાં વેલાળાની સીમમાં ૨૪ લાખનાં દારૂ સાથે ૨ વાહનો જપ્તઃ ૩૫.૭૮ લાખનો મુદામાલ કબ્જે

વઢવાણ-ચોટીલા, તા.૧૭: ઇગ્લીશ દારૂનાં બુટલેગરોનો દારૂનાં કટીંગ કરવા માટે થાન વિસ્તાર માટે માનીતો બનેલ હોય તેમ પોલીસનાં હાથમાં ઝડપાતા જથ્થા ઉપર થી જણાય છે પરંતુ ગુનેગારો પોલીસ પકડથી બહાર રહે છે.

વેલાળાની સીમમાં દારૂ ભરેલ ટ્રક છે અને કેટલાક લોકો તેને નાના વાહન દ્વારા ખાલી કરવાની પ્રેરવી કરતા હોવાની હકિકત થાન પોલીસને મળતા પીએસઆઇ જી. જી. પરમાર તથા સ્ટાફનાં માણસોએ બાતમી વાળા સ્થળે છાપો મારેલ હતો પોલીસને દુર થઈ આવતી જોઇ જતા આરોપીઓ નાસી છુટેલા હતા પરંતુ રાજસ્થાન પાર્સિગની ટ્રકમાંથી જુદી જુદી બ્રાન્ડની ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ અને બીયરનો જથ્થો નંગ ૭૦૨૦ તેમને મહિન્દ્રા પીકઅપ માંથી બોટલ નંગ ૧૭૧૬ મળી કુલ રૂ. ૨૪. ૭૬. ૮૦૦ અને મોબાઇલ ફોન સાથે બંન્ને વાહનો મળી કુલ રૂ. ૩૫. ૭૮. ૮૦૦ નો મુદ્દામાલ પકડી પાડેલ છે.

પોલીસે રાજસ્થાન પાર્સિગનાં ટ્રક અને પીકઅપ વાનનાં ચાલક સાથે માબાઇલ ધારક, દારૂ મંગાવનાર અજાણ્યા આરોપીઓ અને તપાસમાં ખુલે તે તમામ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરેલ છે

અત્રે ઉલ્લેખનીય છે કે નજીકનાં દિવસોમાંજ થાનગઢ પોલીસે કરોડોનો ઇગ્લીશ દારૂ પકડેલ છે પરંતુ કટીંગનાં ધંધા સાથે સંકળાયેલા દુરથી થઈ પોલીસને જોઇ બુટલેગરો ભાગી છુટવામાં સફળ બને છે

ત્યારે આવનાર દિવસોમાં તરણેતરનો મેળો આવી રહેલ છે તે પહેલા દારૂ ઠાલવવાનો ધંધાર્થીઓનો પ્રયાસ નિષ્ફળ બનેલ હતો.

(1:20 pm IST)