Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

ટંકારા તાલુકાના વાઘગઢ ગામે ભારે વરસાદમાં ચેક ડેમ તુટતા ખેતરો ધોવાયા : મોટુ નુકશાન

ટંકારા, તા. ૧૭ : તાજેતરમાં ટંકારામાં અતિ ભારે વરસાદ પડેલ. ટંકારા તાલુકાના વાઘગઢ ગામે પણ દસથી બાર ઇંચ વરસાદ પડેલ.

ભારે વરસાદના કારણે આવેલ પાણીના કારણે વાઘગઢ ગામે સિંચાઇ માટે ઉપયોગી ચેક ડેમ તૂટી ગયેલ છે.

ચેકડેમ ૬૦-૪૦ યોજના હેઠળ બનેલ અને આજુબાજુના ખેતરના ખેડૂતો, ચેકડેમમાંથી પાણીનો ઉપયોગ ચેકડેમ માટે કરતા હતા, પરંતુ આ ચેક ડેમ ભારે વરસાદમાં તૂટી ગયેલ છે.

ચેક ડેમ તૂટતા પાણી આજુબાજુના ખેતરોમાં ફળી વળેલ અને ખેતરોનું ભારે ધોવાણ થયેલ છે. ખેડૂતોને મોટી નુકશાની થયેલ છે.

ચેક ડેમ તૂટતા હવે સિંચાઇ થઇ શકશે નહીં નવું વાવેતર થઇ શકશે નહીં, આમ વાઘગઢ ગામના ખેડૂતોને ડબલ નુકશાની થશે.

વાઘગઢ ગામનો ચેક ડેમ તાત્કાલીક રીપેર કરવાની ખેડૂતોની માંગણી છે.

(1:15 pm IST)