Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

મીતાણા નજીક કાર અને ક્રુઝર વચ્ચે અકસ્માત ;સગર્ભા મહિલા સહીત ત્રણને ઇજા

મોરબી-રાજકોટ હાઈવે પર મીતાણા નજીક ક્રુઝર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો.બનાવની જાણ થતા ૧૦૮ની ટીમ ધટના સ્થળે પહોચી હતી અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે રાજકોટ ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

  જાણવા મળ્યા મુજબ કાર ચાલક આગળ જતા ટ્રકને ઓવરટ્રક કરવા જતા કાર ચાલકે કાર પરથી કાબુ ગુમાવ્યો હતો અને તુફાન ગાડીના પાછળનાં ભાગે ઠોકર મારી હતી.તેમજ અકસ્માતમાં કારમાં સવાર સર્ગભા મહિલાને વધુ ઈજા પહોચી હતી જેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં તજવીજ હાથ ધરી છે તો અન્ય બે વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોચી હતી.

(10:14 pm IST)