Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

પાકિસ્તાન જેલમાંથી સજા પુરી થયેલા ભારતીય માછીમારોને છોડવામાં આવતા નથી : એક માછીમારની નાજુક તબિયત

કરાંચીની લાડી જેલમાં રહેલ માછીમારનો ભારતીય હાઇકમિશ્નરને પત્ર

પોરબંદર તા. ૧૮ : તાજેતરમાં પાકિસ્તાનની જેલમાંથી ૨૬ માછીમારોને મુકત કરવામાં આવ્યા છે પરંતુ પાકિસ્તાનની જેલમાં ૨૮ માછીમારો કે જેની સજાની મુદ્દત પુરી થઇ ગયા છતાં તેમને છોડવા પાકિસ્તાન સરકાર દાદ આપતી નથી. જેલમાં એક માછીમારની તબિયત નાજુક છે. જીવન મરણ વચ્ચે ઝોલા ખાય રહેલ છે છતાં માનવતા દાખવવામાં આવતી નથી.

સજા પુરી થયેલ માછીમારોને છોડાવવાની માગણી કરતો પત્ર પાકિસ્તાન કરાંચીની લાડી જેલમાં રહેલ દાદુ નાથુભાઇ નામના માછીમારે ઇસ્લામાબાદમાં હાઇ કમિશ્નરની કચેરીમાં મોકલી આપેલી છે.

આ પત્રની નકલ પોરબંદર નેશનલ ફિશ ફોરમના સેક્રેટરી મનીષભાઇ લોઢારીને મોકલી આપેલ છે. જેલમાં રહેલ એક માછીમારની તબિયત નાજૂક હોય તેની દરકાર પણ પાકિસ્તાન જેલ સત્તાવાળાઓ દ્વારા કરવામાં ન આવતી હોવાનું પત્રમાં જણાવેલ છે.(૨૧.૧૬)

(3:49 pm IST)