Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

આદીપુરના CBSE કોૈભાંડમાં સ્કુલ સંચાલકો સામેની ફરીયાદમાં ફોજદારી કલમોનો ઉમેરો કરવા કોર્ટમાં રિપોર્ટ

રાજકોટ તા ૧૮ : આદીપુર ખાતે સી.બી.એસ.ઇ કોૈભાંડમાં એસ.આઇ.ટી. દ્વારા ડી.એ.વી. સ્કુલના જવાબદારો વિરૂધ્ધ ની ફરીયાદમાં આ.ઇ.પી.સી. ની કલમ ૪૬૭,૪૨૦,૧૨૦(બી) નો ઉમેરો કરવાનો રીપોર્ટ કોર્ટમાં કરાયો છે.

આ બનાવની ટુંક હકીકત એવી છે કે આદીપુર ખાતે આર્યસમાજ દ્વારા સંચાલીત ડી.એ.વી. પબ્લીક સ્ુકલ કે જે સ્કુલ નું જોડાણ સી.બી.એસ.ઇ. સાથે ન હોવા છતાં પોતે સી.બી.એસ.ઇ. નુંં જોડાણ ધરાવે છે તેવી જાહેરાતો  કરી વિદ્યાર્થીઓ ને  સી.બી.એસ.ઇ. ના નામે એડમીશનો આપી વાલીઓ પાસેથી મસ મોટી ફી ઉઘરાવામાં આવી રહેલ હતી. જે અનુસંધાને આદીપુર (કચ્છ) ના રહીશ  શ્રી વિનોદભાઇ ખુબચંદાણી એ આદીપુર સીટી પોલીસ સ્ટેશનમાં શાળાના સંચાલકો અને કોૈભાંડ આચરનાર તમામ જવાબદારો વિરૂધ્ધ ફરીયાદ આપેલ હતી.

ફરીયાદી  દ્વારા તમામ દસ્તાવેજી આધાર પુરાવાઓ સાથે શાળાના સંચાલકો વિરૂધ્ધ ફરીયાદ આપ્યા હોવા છતા પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા ફરીયાદી એ તેમના એડવોકેટ સંજય એચ. પંડિત મારફત ગુજરાત હાઇકોર્ટ માં પીટીશન દાખલ કરવામાં આવેલ હતી. ત્યારબાદ હાઇકોર્ટ ના હુકમ  બાદ પોલીસ દ્વારા ફરીયાદ નોંધવામાં આવેલ  હતી પરંતુ પોલીસે ફરીયાદી એ સમગ્ર ગુન્હાની તપાસ કરવા માટ ેએસ.આઇ.ટી. (સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ) ની રચના કરવાની માગણી કરવામાં આવેલ જે પીટીશન ની સુનાવણી પૂર્ણ થતા ગુજરાત હાઇકોર્ટે સમગ્ર ગુન્હાની તપાસ માટે એસ.આઇ.ટી. ની રચના કરવાનો હુકમ ફરમાવેલ હતો, જે અનુસંધાને અંજારના ડી.વાય.એસ.પી. શ્રી વાઘેલા ને સમગ્ર ગુન્હાની તપાસ સોપવામાં આવેલ હતી જે તપાસ દરમ્યાન પોલીસ દ્વારા આ ગુન્હાના કામે આઇ.પી.સી. ની કલમ ૪૬૭, ૪૨૦,૧૨૦(બી) નો  ઉમેરો કરવાનો રીપોર્ટ કોર્ટમાં કરવામાં આવેલ છે.

ડી.એન.વી. સ્કુલ ને ગેરકાયદેસર  શાળા ચલાવવા ઉપરાંત બાળકો ને ટાર્ગેટ કરવા, સુરક્ષામાં  બેદરકારી દાખવવા, નિયમ વિરૂધધ ની ફીઓ ઉઘરાવવા સહીતના અનેક મુદદે અગાઉ  ફટકાર મળેલ છે અને આ સમગ્ર મુદદે ફરીયાદી વીનોદભાઇ ખુબચંદાણી એ તેમના એડવોકેટ  સંજય પંડિત ના માર્ગદર્શન હેઠળ કાનુની લડત આપતા પ્રાથમીક શિક્ષા નીયામક ગુજરાત ગાંધીનગર દ્વારા આ સ્કુલ ની માન્યતા રદ કરતો હુકમ  કરવામાં આવેલ છે જે હુકમ શાળા સંચાલકો દ્વારા હાઇકોર્ટ માં પડકારેલ છ ે જે હાલ પેન્ડીંગ છે.

આ સમગ્ર પ્રકરણ માં ફરીયાદી ના કાનુની સલાહકાર તરીકેએડવોકેટ સંજય એચ. પંડિત વીના મુલ્યેે સેવા પુરી પાડેલ છેેઉ (૩.૧૬)

(2:47 pm IST)