Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

ધ્રાંગધ્રામાં રેશનીંગ અનાજનો જથ્થો જપ્ત

વઢવાણ તા.૧૮: ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ. આર.જે.ગોહિલ, પોલીસ હેડ કોન્સ. એ.એ.બલોચ તથા દશરથ ધાંધર એમ વિગેરે સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.

તે દરમ્યાન મળેલ ખાનગી બાતમીને આધારે ધ્રાંગધ્રા ખારી શેરી દુધની ડેરી પાસે રહેતો ગોપાલ ભરવાડ પોતાના કબ્જા ભોગવટાના પોતાના કાકા પોપટ ભરવાડના ખાલી મકાનમાં રેશનીંગના ઘઉં, ચોખા તથા અન્ય ચીજવસ્તુઓ કોઇ પણ જાતના આધાર પુરાવા વગર ગેરકાયદેસર રીતે ચોરી અથવા છળકપટથી મળવી રેશનીંગના ગર્વમેન્ટના માર્કોવાળી બોરીઓ ઉધી કરી તેમાં માર્કો ન દેખાય તે રીતે ફરીથી ઘઉં ભરાવી હેરાફેરી કરતા હોવાની હકીકત બાતમી મળતા ઉપરોકત અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા ઓપરેશન કરતા તે જગ્યાએ કુલ પાંચ મજુરો રેશનીંગના ઘઉં ભરતા હતા.

મામલતદાર, પુરવઠા અધિકારીઓને બોલાવી તપાસ કરાતા અનાજ રેશનીંગ ગોપાલ ભરવાડનું હોવાનું ખુલ્યુ જેમાં ઘઉંના કોથળા ૩૭૬, ચોખાના કોથળા ૧૦, ચણાના કોથળા નં.૬, તુવેરદાળના કોથળા નંગ-૩ તથા અન્ય ચીજવસ્તુઓ એમ કુલ મળીને રૂ.૮૧,૯૨૫ નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.(૧૭.૪)

(2:27 pm IST)