Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

માળિયા હાટીનાનાં ખંભાળિયા ગામે રાત્રે પાંચ સિંહોનો આતંક : સિંહણ ઘરમાં ઘુસી જતા ભય

વહેલી સવારે સિંહણનું રેસ્કયુ કરાયુ

જુનાગઢ, તા. ૧૮:  માળિયાના ખંભાળિયા ગામે રાત્રે પાંચ સિંહણના ટોળાએ આતંક મચાવ્યો હતો જેમાં એક સિંહણ ઘરમાં ઘુસી જતા વહેલી સવારે તેનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું.

જુનાગઢ જિલ્લાનાં માળિયા હાટીના તાલુકાના ખંભાળિયાના ગામને રાત્રે પાંચ સિંહોના ટોળાએ બાનમાં લીધુ હતું.

રાત્રીના અચાનક સિંહો આવી પડતા સમગ્ર ગામનાં લોકો ભયભીત થઇ ગયા હતા. પાંચ વનરાજોએ આતંક મચાવીને બે ગાયનું મારણ કર્યુ હતું.

તેમજ એક સિંહણ પુનાભાઇ નંદાણીયાના ઘરમાં ઘુસી ગઇ હતી, પરંતુ  પુજાભાઇ એ બહારથી મકાનો દરવાજો બંધ કરીને સિંહને ઘરમાં પુરી દીધી હતી.

આ અંગેની જાણ થતા વન વિભાગ અને પોલીસનો કાફલો ખંભાળીયા ગામે દોડી ગયો હતો અને રેસ્કયુ કરીને સિંહણને ઘરમાંથી કાઢીને આસણ ખાતે એનીમલ કેર સેન્ટરમાં મોકલી આપી હતી.

જયારે લોકોનાં હાકલા-પડકારાથી સિંહો જંગલ તરફ નાસી ગયા હતા. વનરાજોના ટોળાના આંતકથી ખંભાળીયામાં ભયનો માહોલ છવાઇ ગયો હતો. (૯.૧)

(2:27 pm IST)