Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

કચ્છના જખૌ બંદરેથી ફીશીંગ માટે ટોકન આપવા રજૂઆત

ભુજ તા.૧૮: જખૌ બંદર માછીમાર અને બોટ એસોસીએશનનાં પ્રમુખ અબ્દુલ્લાશા પીરજાદાએ કમિશ્નરશ્રી ગાંધીનગરને પત્ર પાઠવીને કચ્છના જખૌ બંદરેથી ફીશીંગ માટે બોટ માલિકોને ટોકન આપવા રજૂઆત કરી છે.

તેઓએ રજૂઆતમાં જણાવ્યુ છે કે ૧પમી ઓગસ્ટે માછીમારીની સીઝન ચાલુ થતી હોય છે જે આખા ગુજરાતમાં આપની કચેરીઓ દ્વારા ૧૬ ઓગસ્ટના માછીમારી માટે પરમીશન આપવામાં આવતી હોય છે. જે ચાલુ સીઝન ર૦૧૮ ઓગસ્ટના ગુજરાતના તમામ બંદરોથી ફિસરમેનોને પરમીશન આપવામાં આવેલ નથી. જેનું કારણ સ્થાનિક ઓફિસેથી જણાવવામાં મળેલ કે દરિયો રફ અને વરસાદની શકયતા હોતા માછીમારોને રજા આપવામાં આવશે નહીં.

કચ્છ જીલ્લામાં કોઇ પણ જાતના હવામાન સમાચાર (વેધર) કલીયર છે જે સમાચાર હવામાનના દક્ષિણ ગુજરાતમાં વરસાદ અને દરિયો તોફાની હોઇ શકે પણ કચ્છમાં આવા કોઇ પણ હવામાન સમાચાર ન હોય છતા પણ જખૌ બંદરે માછીમારોને માછીમારી કરવા માટે કચેરી દ્વારા ટોકન (રજા) આપવામાં નથી આવતી.

દસમી જુનથી માછીમારી ઉપર પ્રતિબંદ લાગવવામાં આવતા તે ફિશરમેનોની પોતાની બોટોને કિનારે લાંગરી દીધેલ એ પછી ચાલુ સીઝનની તૈયારી કરવા માટે  બોટ રીપેરીંગ તેમજ ટંડેલ ખલાસીઓને એડવાન્સ આપીને પોતાની બોટ તૈયાર કરવા માટે વ્યાજે લીધેલ રૂપિયા તેમજ ટંડેલ ખલાસીઓનું પગાર બોટ માલીક ઉપર આર્થીક બોજ કેટલો વધી જતો હશે ?

અવાર નવાર બોટ માલીક આર્થીક બોજ વધી જતા પોતે ખુદખુશીનાં પણ બનાવ બનતા હોય છે જેથી આપ સાહેબને અમારી વિનંતી છે કે જખૌ બંદરે કોઇ પણ જાતની હવામાન સમાચાર નથી જેથી જખૌ બંદરેથી ફિશીંગ કરતી બોટોને ફિશીંગ કરવા માટે  ટોકન આપવા અંતમાં જખૌ બંદર ફીશરમેન અને બોટ એસોસીએશન પ્રમુખ અબ્દુલ્લાશા પીરજાદાએ માંગણી કરી છે. (૧૧.૯)

(11:47 am IST)