Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

ભાણવડઃ કોલેજમાં ૭રમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી

 ભાણવડઃ ૧પમી ઓગષ્ટના દિવસે ભાણવડની સરકારી વિનયન કોલેજ ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમીતે પ્રિન્સીપાલ જે. આર. વાંઝાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ. ધ્વજવંદન અને રાષ્ટ્રગાન બાદ દેશની આઝાદી માટે શહિદ થનાર તમામ શહિદોને યાદ કરી પ્રિન્સીપાલે પ્રાસંગિક ઉદ્દબોધન કરેલ ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દેશભકિતને ચરિતાર્થ કરતા ગીતો, કાવ્યો, નૃત્ય, પીરામીડ, નાટક તેમજ માઇમ રજુ કરવામાં આવ્યા હતા. કોલેજના અધ્યાપક ડી.યુ. રાઠોડ તથા એમ. પી. પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન કરેલ. ઉદ્દઘોષક તરીકે પિપરોતર તેજલ તથા ડોડવાડિયા રવિએ આભારવિધી પ્રા. એફ. એમ. દિવાને કાર્યક્રમનું આયોજન પ્રિન્સીપાલના માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર પ્રા. આર. એસ. રાઠોડે કરેલ હતું તે પ્રસંગની તસ્વીર. (૧૧.૭)

(11:45 am IST)