Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

ગોંડલમાં ચોરાઉ હોન્ડા વેચવાની પેરવી કરતા બે શખ્સોને પોલીસે ઝડપી લીધા

તસ્વીરમાં ચોરાઉ બાઇક સાથે પકડાયેલ બંને શખ્સો (નીચે બેઠેલા) અને સીટી પોલીસનો કાફલો નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

ગોંડલ તા. ૧૮ : શહેરમાં ચોરાઉ બાઇક વેચવા નીકળેલા બે શખ્સોને સીટી પોલીસે ઝડપી લીધા હતા.

જિલ્લા પોલીસવડા બલરામ મીનાની સુચનાથી ગોંડલ ડીવાયએસપી ડી.એમ.ચૌહાણના માર્ગદર્શન હેઠળ ગોંડલ સિટીપો.સ્ટે.ના પી.આઈ. રામાનુજ, જે.સી.વાળા, એસ.એ.વાઘેલા તથા કુલદીપસિંહ રાઠોડ, પ્રહલાદસિંહ રાઠોડ, દીપેન્દ્રસિંહ ઝાલાઙ્ગ નરેન્દ્રસિંહ જાડેજા ગોંડલ સિટી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિગમાં હતા તે દરમિયાન પ્રહલાદસિંહ રાઠોડ તથા ફૂલદીપસિંહ રાઠોડ ને હકીકત બાતમી મળેલ કે ગોંડલ સિટીમાં ચોરી થયેલ મો.સા.હીરો.હોન્ડા સિડી ડોન GJ. 03 AS - 2963 વાળું લઈને ચોરી કરનાર ઈસમો સદરહુ મોટર સાયકલ વેચવાની પેરવી માં ગોંડલ થી રાજકોટ તરફ જનાર છે જે હકીકત ના આધારે આશાપુરા ચોકડી પાસે વોચ માં રહી ઉપરોકત મો.સા.સાથે ન.(૧) રણજીત રાજેશ્વરભાઈ રવાની જાતેઙ્ગ કુંભાર ઉ.વ.૨૨ રહે એકવારી તા.સહાર જિલ્લો તારાહી રાજય બિહાર હાલ રહે શાપર ગામ મફતિયાપરા ન.(૨) ભીમા હનુમંતભાઈ પૂજારી ઉ.વ.૩૫ રહે બોરૂટી તા.આકલકોટ જિલ્લો સોલાપુર મહારાષ્ટ્ર હાલઙ્ગ શાપર ગામ મફતિયાપરા વાળાઓ મળી આવતા બંનેની ધરપકડ કરાઇ હતી.

(11:42 am IST)