Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

જુનાગઢમા પત્ની અને પુત્રી સાથે બોલાચાલી થતા યુવાનનો આપઘાત

જુનાગઢ તા.૧૮: જુનાગઢમાં પત્ની અને પુત્રી સાથે બોલાચાલી થતા રબારી યુવાને આપઘાત કરીને મોતને મીઠુ કરી લીધુ હતુંં.

આ અંગેની વિગતો એવી છે કે જુનાગઢમાં ગાંધીગ્રામના રાવિકાનગરમાં આવેલ અંજના સોસાયટીમાં રહેતા ભુરાભાઇ બીજલભાઇ ગરચર (ઉ.વ.૪૩) નામના રબારી યુવાનને તેની પત્ની અને દિકરી સાથે બોલાચાલી થયેલ. આ બાબતનું માઠુ લાગી આવતા ભુરાભાઇભાઇએ  સુતરની દોરી વડે ગળાફાંસો ખાયને આત્મહત્યા કરી લીધી હતી. વિશેષ તપાસ સી ડિવીઝન પોલીસ ચલાવી રહી છે.(૧૭.૨)

(11:38 am IST)