Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

મોરબીમાં પટેલ વેપારી સાથે ૧૦ લાખની ઠગાઇમાં પકડાયેલ વાદી ગેંગના રીમાન્ડ મંગાયા

તાંત્રિક વિધી કરી ધનવાન બનાવવાની લાલચ આપી છેતરપીંડી કરતો'તો!: અજાણ્યા યુવાન પર વિધિ કરતા અને રૂપિયા ન આપે તો મરી જશે અને ખૂનનો ગુન્હો તારા પર આવશે તેમ કહી પટેલ વેપારીને ઠરાવ્યો'તો

મોરબી તા. ૧૮ : મોરબીમાં તાંત્રિક વિધિ કરી ધનવાન બનાવવાની લાલચ આપી પટેલ વેપારી સાથે ૧૦ લાખની ઠગાઇ કરવાના ગુન્હામાં પકડાયેલ વાદી ગેંગના ચારેયને આજે રીમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરાનાર છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના કંડલા બાયપાસ પાસેના એમપી પેલેસ પાસે શિવાલિક પેલેસમાં રહેતા જતીન દુર્લભજીભાઈ જીવાણી (ઊવ ૨૭) નામના યુવાન હાઈવે પર લાલપર નજીક ઓમ માર્કેટિંગ નામની ઓફીસ ધરાવે ત્યાં સાધુ બની આવેલા આરોપી બાલકદાસ બાપુ, ગાંડાબાપુ અને બે અજાણ્યા ઈસમોએ તાંત્રિક વિધિ કરીને ધનવાન બનાવવાની લાલચ આપી હતી તો દ્વારકા લઇ તાંત્રિક વિધિ કરવાના હોય જયાં અન્ય એક વ્યકિત પર વિધિ કર્યા બાદ તેણે લોહી વહેતું હોય અને તે યુવાન મરી જશે તો તારા પર ખૂનની જવાબદારી આવશે તેવો ડર બતાવીને યુવાન પાસેથી ત્રણ માસના સમયમાં રોકડ રકમ તેમજ મોબાઈલ અને દાગીના મળીને કુલ ૧૦.૩૪ લાખ રૂપિયા પડાવ્યા હતા તેમજ હજુ રોકડની માંગણીઓ ચાલુ હોય અંતે યુવાને પોલીસ ફરિયાદ કરતા એસપી ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી ઇન્ચાર્જ પીઆઈ આર.ટી વ્યાસની ટીમે આરોપીઓને દબોચી લીધા હતાઙ્ગઙ્ગ

ફરિયાદ બાદ વાદી ગેંગના ગાંડાબાપુ નામનો શખ્શ વારંવાર ફોન કરીને ૩,૨૮,૦૦૦ ની માંગણી કરતો હોય જેને રફાળેશ્વર રેલ્વે ફાટક નજીક રકમ આપી જવા જણાવતા એલસીબી ટીમે વોચ ગોઠવી ઈન્ડીકા કારમાં આવેલા આરોપી જવેરનાથ રજુનાથ પઢીયાર/વાદી રહે. મકનસર, દીલીપનાથ કેશનાથ બામણીયા વાદી ભોજપરા વાદી વસાહત તા વાંકાનેર, પ્રકાશ્નાથ જવેરનાથ રાજુનાથ પઢીયાર વાદી રહે. મકનસર અને વિરમભાઇ કાળાભાઈ બગડા રહે. દરેડ જી. જામનગર એ ચાર આરોપીને દબોચી લઈને રોકડ ૫,૫૫,૦૦૦ , ઈન્ડીકા કાર ૧,૫૦,૦૦૦ , મોબાઈલ ફોન છ કીમાત ૩૩,૯૯૦, સોનાનો ચેઈન કીમત ૫૦,૦૦૦ કુલ કીમત ૭,૮૮,૯૯૦ નો મુદામાલ રીકવર કરવામાં સફળતા મળી છે તેમજ સહ આરોપી તરીકે જાલમનાથ રાજુનાથ પઢીયાર રહે. મકનસર વાળનું નામ ખુલતા તેણે ઝડપી લેવા કવાયત આદરી છે

ઝડપાયેલા આરોપીઓએ અગાઉ વિધિના બહાને સુરેન્દ્રનગર જીલ્લાના લખતર ખાતે અને વલસાડ જીલ્લાના પારડીમાં ગુન્હા આચર્યા હોવાની કબુલાત આપી છેઙ્ગ જેમાં આરોપી જવેરનાથ રાજુનાથ પઢીયાર રહે. મકનસર વાળો નાસતો ફરે છે તેમજ સુરત શહેરના આમરોલી પોલીસ મથકમાં મારામારી અને બળાત્કારના ગુન્હામાં પકડાયેલ હોવાની કબુલાત આપી છે.

પકડાયેલ વાદીગેંગના ચારેય શખ્સોને આજે રીમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કરાશે. વધુ તપાસ તાલુકાના પી.એસ.આઇ. ગોહિલ ચલાવી રહ્યા છે.(૨૧.૧૨)

(11:38 am IST)