Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

જામનગર જિલ્લા પંચાયત દ્વારા ૭૨ માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી

જામનગર તા ૧૮ : જિલ્લા પંચાયતના પટાંગણમાં રાષ્ટ્રના ૭૨ સ્વાતંત્ર્ય પર્વ ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નયનાબેન માધાણી એ રાષ્ટ્રધ્વજને સલામી આપી માતૃભૂમિની રક્ષા કાજે બલિદાનો આપનાર વીર જવાનોની શહાદત ને યાદ કરી શ્રધ્ધાસુમન અર્પણ કરતા ઉપસ્થિત અધિકારીઓ પદાધિકારીઓ અને કર્મચારીઓને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી હતી.

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે પ્રમુખ શ્રીમતી માધવાણીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની રાહબરી હેઠળ, પંડિત જવાહરલાલ નહેરૂ અને  લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલ તેમજ અનેક નામી અનામી મહનુભવો ના કૃત સંકલ્પ થકી એક નિશ્ચતીત રાષ્ટ્રવાદી વિચારધારા અને સંગઠનને સાથે લઇને અંગ્રેજ હકુમત સામે કઠોર લડત અને અનેક બલીદાનો આપ્યા બાદ આપણા દેશને આ મહામુલી આઝાદી મળી છે. દિવંગત વડાપ્રધાન શ્ર ીમતી ઇન્દીરાજી અને રાજીવજીએ પણ અડગ ઇચ્છાશકિત અને મજબુત મનોબળ સાથે રાષ્ટ્રના હિતમાં દ્રઢ નિર્ણયો લઇ દેુશની એકતા અને અખંડતાની રક્ષા કાજે પોતાના પ્રાણોની આશુતી આપેલ છે.

આપણે રાષ્ટ્રના ૭૨ માં સ્વાંતંત્ર્ય દિનની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે સ્વતંત્રતાંગ્રામનસ લડતનું સફળ નેતૃત્વ કરનાર એજ રાષ્ટ્રવાદી વિભારધારા અને એજ સંગઠનના એક સામાન્ય કાર્યકર્તા તરીકે આ જિલ્લા પંચાયતના પ્રમુખનો પોભાર સંભાળી ભારતની આન,બાન, અને શાન સમા અને પ્રાણ થી પણ પ્યારા ત્રિરંગાને સલામી આપવાનું મને સ?ભાગ્ય પ્રાપ્ત ગયું છે તયારે ગોૈરવની લાગણી અનુભવું છું તેમ પ્રમુખ શ્રીમતી નયનાબેન માધવાણીએ જણાવ્યું હતું (૩.૧)

 

(10:23 am IST)