Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

જોડીયા : શેઠ કાકુભાઇ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગ શાળામાં ૭૨ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

જોડીયા તા ૧૮ : અંહિના મહિલા સામાજિક સેવા સંસ્થા શેઠ કાકુભાઇ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગ શાળા જોડિયા સંચાલિત શ્રીમતી યુ.પી. વ્યાસ કન્યા વિદ્યાલય - જોડિયાની પ્રતિવાર્ષિક પરંપરા અનુસાર ૧૫ મી ઓગસ્ટ ૨૦૧૮ ના પાવન દિવસેસ્વાતંંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

આ સમારોહમાં હુન્નરશાળા સંસ્થાના ટ્રસ્ટી અશોકભાઇ વર્મા, સંસ્થાના કારોબારી પ્રમુખ જયશ્રીબેન શેઠ, શ્રીમતી યુ.પી.વી. કન્યા વિદ્યાલય જોડીયાના આચાર્ય શ્રીમતી પ્રવિણાબેન ફિણવીયા, તેમન ગામના આગેવાનો, હુન્નરશાળા સંસ્થાના છાત્રાલય વિભાગના કેમ્પસહેડ બીનાબેન રાવલ, એકાઉટન્ટ રાજીવભાઇ રાવલ, શાળાના પૂર્વ હેડકલાર્ક રમણીકભાઇ દાવડા, સંસ્થાના ભાઇઓ-બહેનો, બાલમંદિરના કર્મચારી ગણ, હુન્નરશાળા સંસ્થા સંચાલિત શ્રીમતી યુ.પી.વી. કન્યા વિદ્યાલય જોડીયાના કર્મચારી ગણ તથા નગરજનોએ વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી.

પ્રારંભે વિદ્યાર્થીઓએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. શાળાની વિદ્યાર્થીની જોગલ રંજન ધ્વજનીક તરીકે તથા જાદવ સ્વાતિ ધ્વજ રક્ષક તરીકે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ધ્વજ વંદન બાદ શાળાની વિદ્યાર્થીઓએ સમુહમાં રાષ્ટ્રગીત, ઝંડાગીત નું ગાન કરેલ, ધ્વજનીક જોગલ રંજન એ પ્રાસંગીક ઉદબોધનબાદ દેશભકિતના ગગનભેદી નારાઓથી સંસ્થાના મેદાનને ગજાવી દીધું હતું

ભાગલેેનાર વિદ્યાર્થીનીઓ અને બાલમંદિરના બાળકોને સંસ્થા તરફથી અને દિનેશભાઇ રાઠોડ તરફથી દરેકને રૂપીયા ૩૦ તેમજ શાળાના શિક્ષીકાબેન લીલાબેન  નકુમ તરફથી રૂપીયા ૩૦ દરેક વિદ્યાર્થીનીને આપી પુરસ્કૃત કરવામાં આવેલ. (૩.૨)

(10:23 am IST)