Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

ભિલોડાના વાંકાનેર નજીક ખેતરમાં મહાકાય અજગર દેખાતા ગ્રામજનોમાં ફફડાટ: વનવિભાગે રેસ્ક્યુ કર્યો

વનવિભાગે કોથળામાં પૂરીને સુરક્ષિત જંગલમાં છોડી મુક્યો

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના વાંકાનેર ગામમાં ખેતરમાં મહાકાય અજગર દેખાતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો હતો વનવિભાગ તંત્રને જાણ કરતા વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ખેતરમાં દોડી આવી અજગરને પકડી કોથળામાં પુરી સુરક્ષિત નજીકના જંગલમાં છોડી મુક્યો હતો. અજગર જોવા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

  આ અંગે મળતી વિગત મુજબ ભિલોડા તાલુકાના વાંકાનેર ગામના સુતરીયા શૈલેષકુમાર રમણભાઈ તેમના ખેતરમાં ખેતીના કામકાજ અર્થે જતા ખેતરમાં પડેલા ૧૦ થી ૧૨ ફૂટ લાંબા અજગરને જોતા બુમાબુમ કરી મુકતા આજુબાજુના ખેતર માલિકો અને ગ્રામજનો મોટીસંખ્યામાં દોડી આવ્યા હતા. મહાકાય અજગરને જોતા ગ્રામજનોએ વન વિભાગ તંત્રને જાણ કરતા વનવિભાગ તંત્રના કર્મચારીઓ દોડી આવી અજગરને પકડી પાડી કંતાનના કોથળામાં પુરી જંગલ વિસ્તારમાં સુરક્ષિત છોડી મુક્યો હતો.

(10:05 pm IST)