Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

જુનાગઢ ચુંટણી જંગઃ રાજકોટ ભાજપની ટીમ પ્રચારમાં જોડાઇ

રાજકોટ, તા. ૧૮ : પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, ધારાસભ્ય અરવિંદ રૈયાણી, ભાજપ અગ્રણી કશ્પય શુકલ તથા પુષ્કર પટેલની આગેવાની હેઠળ કાર્યકરોની ટીમ જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજય થાય તે માટે પ્રચાર પ્રસારમાં જોડાઇ ગઇ છે.

પાર્ટીની સિધ્ધીઓને ઘર-ઘર સુધી પહોંચાડી પ્રત્યેક બુથમાં પાર્ટીનું કમલ ખીલે અને જુનાગઢ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાય તે માટે પરીશ્રમની પરાકાષ્ઠા સર્જી છે.

રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ શહેરના તમામ વોર્ડમાંથી મહિલા મોરચાના બહેનો પણ જુનાગઢ જવા રવાના થયેલ છે. તેમજ શહેર ભાજપ કાર્યાલય ખાતેથી શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ અને શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી વ્યવસ્થા સંભાળી રહ્યા છે.

(3:48 pm IST)