Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

રાજકોટમાંની પાંચ બાઇકની ચોરી કરનાર તસ્કર ત્રિપુટીને મોરબી SOGએ ઝડપી લીધી

તસ્વીરમાં ચોરાઉ બાઇક અને પકડાયેલ ત્રિપુટી નજરે પડે છે(તસ્વીરઃ પ્રવિણ વ્યાસ.મોરબી)

મોરબી, તા.૧૮: મોરબી એસઓજી ટીમે રાજકોટ શહેરમાંની પાંચ બાઇકની ઉઠાંતરી કરનાર તસ્કર ત્રિપુટીને દબોચી લીધી હતી.

મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાદ્યેલાની સુચના હેઠળ જીલ્લામાં વાહન ચોરીના બનાવો અટકાવવા તથા વણશોધાયેલા ગુન્હાઓ શોધી કાઢવા માટે મોરબી એસ.ઓ.જી ટીમને સુચના મળતા એસ.ઓ.જી. પી.આઈ. એસ.એન.સાટીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ટીમના અનિલભાઈ ભટ્ટ, ફારૂકભાઈ પટેલ, જયપાલસિંહ ઝાલા, નરેન્દ્રસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના વિસીપરા વિસ્તારમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી દાઉદ ઉર્ફે ડાડો કાદર મુલ્લા રહે-સુરજબારી જી.ભુજ, સાઉદીન આમદભાઈ સંધવાણી રહે-માળિયા જી.મોરબી અને હુશેન ઉર્ફે અમલી નુરમહમદ લધાણી રહે-મૂળ ખાખરેચી હાલ રહે-સુરજબારી વાળાને પકડી પાડી એસ.ઓ.જી. ટીમે વધુ પુછપરછ કરતા રાજકોટ શહેરમાંથી પ્રધ્યુમન નગર પોલીસ મથકનાં ત્રણ બાઈક ચોરી, ગ્રાંધીગ્રામ પોલીસ મથકમાં બે બાઈક ચોરીની કબુલાત આપતા ત્રણેય આરોપીઓ પાસેથી કુલ પાંચ બાઈક કીમત રૂ.૭૫૦૦૦ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:23 pm IST)