Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

ખંભાળીયાના આરંભડામાં ગાડીના ચડત હપ્તાની ઉઘરાણી કરવા ગયેલા ફાયનાન્સ કંપનીના મેનેજરને ખૂનની ધમકી

ખંભાળીયા તા. ૧૮ :.. દ્વારકાના આરંભડા ગામે ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા માપભા વિરાભા સંભણીયા બજાજ ફાયનાન્સ કંપનીમાંથી ફાયનાન્સ કરાવી ગાડી ખરીદેલ હોય જે ગાડીના હપ્તા સમયે નહીં ભરતા હપ્તા ચડત થઇ જતાં બજાજ ફાયનાન્સ કંપનીના કલેકશન મેનેજર નિરવ રાજેશભાઇ ટાંક ઉ.૩૦ રહે. આરએમસી સોસાયટી રાજકોટ વાળા આરોપીના ઘરે ગત તા. ૧૭ ના રોજ હપ્તાની રકમની રિકવરી માટે ગયા હતાં. જયાં માપભા સંભણીયા તથા અન્ય એક વ્યકિતએ ફરીયાદીને ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપતાં નિરવભાઇ ટાંકે બન્ને શખ્સો વિરૂધ્ધ દ્વારકા પોલીસમાં ફરીયાદ નોંધાવેલ છે.

જૂગાર રમતા ઝડપાયા

દ્વારકામાં આવેલ એસસીસી કંપનીના બંધ કવાર્ટર પાસે આવેલ બાવળની ઝાળીમાં ઘોડી પાસાનો જૂગાર રમતાં સુરેન્દ્રસિંહ ઉર્ફે કાનુડો દેવુભા કેરભા હેમતભા સુરેશભા માણેક, સિધ્ધરાાજ કાયાભા સુમણીયાને રોકડ રૂ. ૧ર,પપ૦ ની મતા સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ભિમરાણામાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઝબ્બે

મિઠાપુરના ભીમરાણા ગામે ઘડા વિસ્તાસરમાં આવેલ દુધની ડેરી નજીક જાહેરમાં તિનપતીજો જુગાર રમતા હાજાલખુ રોશીયા, સુરેશ સુકા ચાનપા, ડુંગરભા કારૂભા નાયાણી, સિદુભા કારૂભા માણેક, મેઘાભા, રવાભા માણેકને રોકડ રૂ.ર૮૪૦ ની મતા સાથે મિઠાપુર પોલીસે ઝડપી લીધા હતા.

ચુડેશ્વરમાંથી દારૂ સાથે ઝડપાયો

સલાયાના ચુડેશ્વર ગામ રહેણાંક મકાનમાં રાખવામાં આવેલ વિદેશી દારૂની બોટલનંગ ૯ કિ. રૂ.૪૮૦૦ સાથે અજીતસિંહ વિભાજી સોઢાને સલાયા મરીન પોલીસે ઝડપી પાડય હતો જયારે અન્ય બે શખ્સો સિદ્ધરાજસિંહ ગંભીરસિંહ જાડેજા તથા મહિપતસિંહ બચુભા વાઢેર હાજર નહી મળતા ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છ.ે

હાઇવે પર અકસ્માતમાં બાઇક ચાલકનું મોત

ભાણવડ તાલુકાના ગળુ ગામે રહેતા નારણભાઇ મેરામભાઇ કારેણા (ઉ.૪૧) નાસગર યુવાન ગત તા.૧ર ના રોજ પોતાનું મોટરસાઇકલ લઇ ખંભાળીયાથી ઘરે જતા હોય ત્યારે દલવાડી હોટેલ નજીક બાઇક આડે ગાય ઉતરતા ગાય સાથે મોટર સાઇકલ અથડાતા અકસ્માત થયો હતો જેમા સારવાર દરમ્યાન તેમનું મોત નિપજયું હતું

(1:23 pm IST)