Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

અમરેલીમાંથી સ્કુટરની ચોરી કરનાર કરણસિંહ ચૌહાણ ઝડપાયો

અમરેલી, તા.૧૮: પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ  દ્વારા અમરેલી જિલ્લામાં બનતાં મિલકત સબંધી ગુન્હાઓના ભેદ ઉકેલી અને ચોરાયેલ મિલકત મુળ માલિકને પરત મળી જાય અને આવા ચોરીઓ કરતાં આરોપીઓને સત્વરે પકડી જેલ હવાલે કરવા અને પોલીસ પેટ્રોલિંગ સદ્યન બનાવવા તેમજ પેટ્રોલિંગ દરમ્યાન કડક વાહન ચેકિંગ હાથ ધરવા  અંગે સુચનાઓ  અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે આજ રોજ તા. ૧૭/૦૭/૨૦૧૯ ના રોજ એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી.એ રાજકમલ ચોકમાંથી ચોરીના એકસેસ સ્કુટર સાથે આરોપીની ઝડપી પાડેલ છે.

કરણસિંહ મગનસિંહ ચૌહાણ ઉ.વ.૨૮ ધંધો. ખેતી રહે જેશર લાખાભાઇ બોદરની વાડીએ મુળ સમૌ પ્રજાપતિ નાયીવાસ તા.માણસા જિ.ગાંધીનગરની ધરપકડ કરીને એક કાળા કલરનું સુઝુકી કંપનીનું એકસેસ સ્કુટર કિ રૂ. ૧૫૦૦૦/ નું આરોપી પાસેથી કબ્જે કરેલ છે.

આરોપીએ આશરે ત્રણેક મહિના પહેલા દિવના ઘોઘલા વિસ્તારમાંથી સુઝુકી કંપનીનું એકસેસ સ્કુટર ચોરી કરેલ હોય જેને આજ રોજ વાહન ચેકિંગ દરમ્યાન રાજકમલ ચોક પાસેથી ચોરીના સ્કુટર સાથે પકડી પાડેલ અને વધુ કાર્યવાહી અંગે અમરેલી સીટી પો.સ્ટે સોંપી આપેલ છે.

આમ એસ.ઓ.જી PSI શ્રી આર.કે.કરમટા તથા ટીમ એસ.ઓ.જીને  ચોરીના મો.સા  સાથે આરોપીની ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

(1:23 pm IST)