Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

અમરેલી જિલ્લામાં ઝાપટા : જાફરાબાદમાં મેઘસવારી : સોમનાથ મંદિર વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ

લોકોને ગરમી અને ઉકળાટથી રાહત : ધરતીપુત્રોમાં ખુશીની લાગણી

અમરેલી જિલ્લામાં વાતાવરણ પલટાતા વરસાદી ઝાપટા શરૂ થયા સાથે અમરેલીનાં જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જાફરાબાદના કડીયાળી અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થતા વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. લોકોમાં ગરમી અને બફારાથી છુટકારો મળ્યાનો આનંદ વર્તાઇ રહ્યો હતો તો ધરતીપુત્રોના ચહેરા પર પણ ખુશી જણાતી હતી.

વિશ્ર્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર વિસ્તારમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ભારે પવન સાથે વરસાદની હેલી થતા વાતાવરણમાં ઠંડક ફેલાઇ છે.

(12:01 pm IST)