Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

જુનાગઢ-વિસાવદરમાં વરસાદી ઝાપટા

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા પવનના સૂચવાટા સાથે મિશ્ર હવામાન

રાજકોટ તા.૧૮: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે. અને પવનના સૂસવાટા ફુંકાઇ રહ્યા છે

આવા વાતાવરણ વચ્ચે જુનાગઢ અને વિસાવદરમા વરસાદી ઝાપટા વરસ્યા હતા.

જુનાગઢ

જુનાગઢઃ આજે જુનાગઢ ઉપરાંત વિસાવદર વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસતા લોકોમાં ખુશી છવાઇ ગઇ હતી.

છેલ્લા દોઢ મહિનાથી મેઘરાજા લોકોને પ્રતિશ્રા કરાવી રહ્યા છે છેલ્લા એક સપ્તાહથી મેઘાવી માહોલ થાય છે પરંતુ મેઘકૃપા થતી નથી.

ગઇકાલની જેમ આજે પણ જુનાગઢમાં સવારે ૭ની આસપાસ ભારે વરસાદનું ઝાપટુ વરસી જતાં રસ્તા ઉપર પાણીના ખાબોચીયા ભરાયા ગયા હતા. અને બે મીમી સવારનો વરસાદ આજે બપોર સુધી ચાલુ રહ્યો હતો તો શહેરમાં પાણી પાણી થઇ ગયુ હતું.

જુનાગઢની માફક વિસાવદર વિસ્તારમાં પણ સવારે મેઘરાજાની પધરામણી થઇ હતી અચાનકની મેઘાની એન્ટ્રીથી વિસાવદરમાં ૪મીમી વરસાદ નોંધાયો હતો.

સોરઠના અન્ય વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વાવડ નથી.

દરમ્યાનમાં આજે સવારે જુનાગઢનું લઘુતમ તાપમાન ૨૫.૮ ડિગ્રી રહ્યુ હતુ જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૨ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૧૦.૮ ક્રિમીની રહી હતી.

જામનગર

જામનગરઃ શહેરનુ આજનું હવામાન ૩૫.૨ મહતમ ૨૭.૨ લઘુતમ ૭૩ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૨.૯ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(11:50 am IST)