Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

કચ્છમાં જાહેરમાં પડીકી બનાવીને વેચતા શખ્સ પાસેથી ૪ કિલો ગાંજો ઝડપાયો

ભુજ, તા.૧૮: ગાંધીધામમાં મચ્છુ ઓવરબ્રિજ નીચે પડીકીઓ બનાવીને જાહેરમાં ગાંજો વેંચતા શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. પીઆઇ જે.પી. જાડેજા અને પોલીસ ટીમે ગુલામહુસેન લતીફશા સૈયદ (રહે. ખારીરોહર) ની ૨૪ હજારની કિંમતના ૪ કિલો ગાંજા સાથે ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી. જેમાં આ શખ્સે ગાંજો પોતાના ગામના જ બાપુમિયાં કાસમશા સૈયદ પાસેથી લીધો હોવાનું ખુલતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી ગાંજો મૂળ કોણે વેચવા માટે આપ્યો તેની ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરી છે.

(11:47 am IST)