Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

વાંકાનેરઃ ચેક રિટર્ન કેસના આરોપીને છ માસની સજા અને વળતર ચુકવવા હુકમ

વાંકાનેર તા. ૧૮ :.. વાંકાનેર શહેરના રહીશ ફરીયાદી જાવેદખાન ફકીર મામદ પઠાણનાએ મીત્રના નાતે હાથ ઉછીની રકમ નૂર આઇસ ફેકટરી વાળા અમીર નુરૂદીન પટેલને આપેલ જયારે આ રકમ પરત કરવા આરોપીએ ફરીયાદીને રૂ. ર,પ૦,૦૦૦ નો ચેક આપેલ જે ચેક બેન્કમાં વટાવવા નાખતા અપુરતા ભંડોળના કારણે ચેક પરત ફરેલ હતો આ બાબતે આરોપી સામે વાંકાનેરની કોર્ટમાં  નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબ ફરીયાદ થતા આરોપીને કસુરવાર ઠરાવવામાં આવેલ છે. અને સજા, ફટકારી વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.

આ બનાવની પ્રાપ્ત હકિકત અનુસાર ફરીયાદી જાવેદખાન ફકીરમામદ પઠાણનાએ રૂ. પ,૦૦,૦૦૦ મીત્રના નાતે હાથ ઉછીના પેટે નૂર આઇસ ફેકટરી વાળા અમીર નુરૂદીન પટેલને આપેલા અને આ રકમ આરોપીએ પરત ચૂકવવા માટે ફરીયાદીને રૂ. ર,પ૦,૦૦૦ નો પંજાબ નેશનલ બેન્ક વાંકાનેર શાખાનો ચેક આપેલ. સદરહું ચેક ફરીયાદીએ તેની બેન્કમાં જમા કરાવતા આરોપીના ખાતામાં અપુરતુ ભંડોળ હોય જેથી ફરીયાદીએ વાંકાનેરના જયુ. મેજી. ની કોર્ટમાં નેગો. એકટ મુજબ ફરીયાદ દાખલ કરતા સદરહું કેસની ટ્રાયલ ચાલતા આરોપી પક્ષ તથા આ કેસમાં ફરીયાદીના વકીલ શ્રી સરફરાઝ પરાસરાની રજૂઆતો ધ્યાને આરોપીને કોર્ટે એન.આઇ.એકટના કલમ-૧૩૮ મુજબ કસુરવાર ઠરાવેલ છે. અને વાંકાનેરની અદાલતના જજશ્રી એમ. સી. પટેલનાએ આરોપી અમીર નુરૂદીનને છ માસની સાદી કેદની સજા ભોગવવાનું અને ફરીયાદીને રૂ. ર,પ૦,૦૦ વળતર પેટે ચૂકવવાનો હુકમ ફરમાવેલ છે.

(11:44 am IST)