Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

ગુજરાતમાં શ્રાવણ માસનો પ્રારંભ ભલે રજી ઓગસ્ટેઃ હિન્દી ભાષી ક્ષેત્રમાં પ્રારંભ

આપણા રાજય કરતાં ૧પ દિ' વહેલો શરૂ, ૧પ દિ' વહેલો પૂર્ણ

પ્રભાસ પાટણ તા. ૧૮:  વિશ્વ પ્રસિધ્ધ ભારતના બાર જયોતિલિંગ પ્રથમ દેવાધિદેવ ભગવાન સોમનાથ મહાદેવ મંદિરે ર ઓગષ્ટથી પવિત્ર શ્રાવણ-માસનો દિવ્ય પ્રારંભ થઇ રહ્યો છે.

સમગ્ર મંદિરને ફૂલહાર શણગાર, મહાદેવને બિલ્વ પત્ર પૂજા-દાતાઓના સહયોગથી મહાપ્રસાદ મીડીયા અને સંસ્થાઓના સહયોગથી ગુજરાતના સુપ્રસિધ્ધ કલાકારો દ્વારા લોકસાહિત્ય, લોકગીત, સહિતના વિવિધ કાર્યક્રમો, દરરોજ સાંજે મહાદેવને વિવિધ શણગારો જેવા કે સફેદ પુષ્પ શણગાર, કેસરી પુષ્પ શણગાર, ભસ્મ શૃંગાર, ત્રિરંગાપુષ્પ શણગાર યજ્ઞ શણગાર, કૈલાસ દર્શન, રથારોહણ શણગાર સહિતના વિવિધ કાર્યક્રમો-દિપમાળા-ભગવાન શિવજી પાલખી યાત્રા, ધજારોહણનું આયોજન થઇ રહ્યું છે જેને ફાઇનલ થયે આખરી ઓપ આપવામાં આવશે.

સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવનું મંદિર પવિત્ર શ્રાવણ માસના રવિ-સોમ-તહેવાર એવા નકકી કરેલા દિવસોએ મંદિરના સવારના ચારથી રાત્રીના દસ સુધી સતત ૧૯ કલાક ખુલ્લુ રહેશે જયારે પવિત્ર શ્રાવણ માસમાં આવતી માસિક શિવરાત્રીના દિવસે મંદિર સવારના ચારથી રાત્રીના એક વાગ્યા સુધી ખુલ્લુ રહેશે.

મંદિર વિસ્તારમાં રાત્રીના સમયે લોકોને વધુ પ્રકાશ મળી રહે તે માટે વધુ પાંચ હાઇમાસ્ક ફલડલાઇટ પાવર પ્રકાશ માટે ટાવરો લગાવવાનું કાર્ય ગતિમા છે.

પ્રતિવર્ષની જેમ પવિત્ર શ્રાવણ માસ શુભારશ્રંભે ભગવાનશ્રી સોમનાથને પ્રથમ ધજા ચઢાવવામાં આવે છે.

હિન્દી ભાષી કેટલાક રાજયોમાં ગુજરાત કરતાં ૧પ દિવસ પહેલો શ્રાવણ મહિનો શરૂ થઇ જાય છે અને ગુજરાત કરતાં ૧પ દિવસ વહેલો પૂરો પણ થઇ જાય છે. તે પ્રદેશમાં રહેતા શિવભકતો ૧૭ જુલાઇ બાદ આગમન શરૂ થઇ જાય છે જેથી પ્રભાસમાં અત્યારથી જ શ્રાવણ માસનો માહોલ જામે છે.

(11:43 am IST)