Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

પાંચ વર્ષ દરમિયાન નાનામા નાની સમસ્યાનો ઉકેલ લાવવા હું સતત લોકોની સાથે રહીશ : પૂનમબેન માડમ

જામનગર જીલ્લાના ચેલા ગામમાં સાંસદ અને ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલનો અભિવાદન સમારોહ

ફલ્લા-જામનગર તા.૧૮ : ચેલા ગામની મહાજનવાડી ખાતે બીજી વખત જંગી બહુમતીથી વિજય થયેલ ૧૨ જામનગર સંસદીય મતવિસ્તારના અને ઐતિહાસિક લીડથી વિજેતા બનેલા આપણા સાંસદ સભ્ય માનનીય બેનશ્રી પુનમબેન માડમ તથા ૭૭ જામનગર ગ્રામ્યના ધારાસભ્ય તરીકે ચુંટાયેલા ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલનો અભિવાદન સમારંભ હજારો કાર્યકરો પ્રજાજનોની ઉપસ્થિતિ વચ્ચે યોજાયો હતો.

ભાજપના આગેવાનો, હોદ્દેદારો, સમર્થકોનો બેનશ્રી પુનમબેને આભાર મળ્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના મજબુત નેતૃત્વ અને આ વિસ્તારની દિકરી તરીકે તેમજ સતત બીજી વખત જામનગરની પ્રથમ સાંસદ તરીકે ચુંટી કાઢવા બદલ હું સૌ કાર્યકરો, હોદ્દેદારો, સમર્થકોનો આભાર માનુ છુ. તમામ લોકોના કાર્યથી મને ઐતિહાસિક લીડ મળી છે. હું સતત લોકોની સાથે રહી છુ. લોકોની સમસ્યા ઉકેલી છે દિલ્હી સુધી રજૂઆત કરીને ધાર્યુ પરિણામ લાવી શકયા છીએ હજુ પણ લોકોને ઉપયોગી કામો કરવાના છે પાંચ વર્ષ દરમિયાન જામનગર જીલ્લાની નાનામાં નાની સમસ્યાનો ઉકેલ લાવવાનો છે. હંમેશા લોકોની વચ્ચે રહીને એક જાગૃત સંસદ તરીકે કામ કરવાનુ છે. મારા મતદારો માટે સતત કાર્યશીલ રહીશ ઉપસ્થિત જનમેદનીએ પણ પુનમબેનની વાતને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી હતી. ૭૭ જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલે પણ ઉપસ્થિત જનમેદનીનો આભાર માન્યો હતો. તેમણે બીજેપીના તમામ હોદ્દેદારો આગેવાનો કાર્યકરોની કામગીરીની ભારોભાર પ્રશંસા કરી હતી. તેમણે હંમેશા આમ જનતા તથા ખેડૂતોનો પ્રશ્નોની ધારદાર રજૂઆત કરી સમસ્યાનો ઉકેલ લાવીને સૌને ન્યાય આપવાની ખાતરી આપી હતી.

આ પ્રસંગે ચેલા ગામના સરપંચ રાજેન્દ્રસિંહ ભટ્ટી, મનુભા કંચવા, મુંગણીના સરપં, ફલ્લાના સરપંચ કમલેશ ધમસાણીયા, નારણપરાના સરપંચ મહેશભાઇ ચાંદ્રા, ઢંઢા સરપંચ કાજીભા, ચંગા સરપંચ ભરતસિંહ પીંગળ, દડીયાના સરપંચ, મેઘપરના સરપંચ જયરાજસિંહ કંચવા, સપડાના સરપંચ નીલેશસિંહ કંચવા, લાખાબાવળ સરપંચ ભરતસિંહ જાડેજા, દરેક સરપંચ ભરતભાઇ રૂપાપરા મીયાણાના સરપંચ ભરતસિંહ કંચવા (બેરાજા જોડીયા - તાલુકાના આગેવાન અશોકસિંહજી રામસંગજી પરમાર, ભરવાડ સમાજના કરશનભાઇ દેવશીભાઇ, દલવાડી સમાજના જીણાભાઇ, વાલજીભાઇ, ભુરાભાઇ, કરમણભાઇ મહાજન સમાજના અમૃતલાલ દેવરાજભાઇ, મેર સમાજના નટવરલાલ લખમણભાઇ ખુંટી, ક્ષત્રીય સમાજના દિલુભા માનસંગ, જશવંતસિંહ લઘુજી, મેઘવાર સમાજના ડાયાભાઇ માલસીભાઇ, જેઠાભાઇ ડાયાભાઇ તથા અસંખ્ય કાર્યકરો આગેવાનોએ ઉપસ્થિત રહીને ચુંટાયેલા સાંસદ પુનમબેન માડમ તથા ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલનુ જોરદાર સ્વાગત કરી અભિવાદન કર્યુ હતુ.

આ કાર્યક્રમમાં જીલ્લા ભાજપના ચંદ્રેશભાઇ પટેલ, ડો.વિનુભાઇ ભંડેરી, કુમારપાલસિંહ રાણા, ડો.પી.બી.વસોયા, રસીકભાઇ કોડીયારીયા, જીલ્લા પંચાયત ચેલા સીટ કે જેની ચુંટણી યોજાઇ રહી છે. તેના ઉમેદવાર રમેશભાઇ સિંચ ઉપસ્થિત રહ્યા હતા.

(11:36 am IST)