Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

રાઇડસ તૂટવાના બનાવમાં કોન્ટ્રાકટમાં મામકાવાદ કારણભૂત : લલીતભાઇ વસોયાનો આક્ષેપ

ઉપલેટા તા.૧૮ : અમદાવાદ કાકરીયા બાલવાટીકામાં રાઇડસ તૂટલા ૩ લોકોના મોત થયા અનેક ઘાયલ થયા તેમા તંત્રની ભારે બેદરકારી સામે આવી છે. ઉપરોકત બાબતે ભારે રોષ સાથે એક નિવેદનમાં બોલતા ઉપલેટા ધોરાજીના લડાયક યુવા ધારાસભ્ય લલીતભાઇ વસોયાએ જણાવેલ છે કે વર્તમાન રાજય અને કેન્દ્રની ભાજપ સરકારના વડાપ્રધાન અને મુખ્યમંત્રી અને તેમના પ્રધાનો લોકોની સલામતી સુખાકારીની જયાં ત્યા તક મળે ત્યા મોટી મોટી ગુલબાંગલ મારે છે. તેની વરવી બાજુ જોતા લોકોને ભગવાનને ભરોસે છોડી દીધા છે તેના તાજા જ દાખલા જોઇએ તો ગઇકાલના રાઇડસના અકસ્માતમાં કોન્ટ્રાકટ પધ્ધતીમાં મામકાવાદ કારણભુત છે અને સુરતનો ટયુશન કલાસના બનાવમાં ૧૭ થી ૧૮ નાના ભુલકાઓ ભડથુ થયાનો કરૂણ બનાવ બનેલ આવા નાના મોટા અકસ્માતો એ રોજબરોજની ઘટના જેવા સાવ સામાન્ય થઇ પડયા છે. સામુહીક રેપ છેડતીના બનાવોથી બેનદિકરીઓ સલામત નથી આવા આવા ગંભીર બનાવો પછી પણ સરકારના પેટનું પાણી હલતુ નથી માત્ર તપાસના ખોટા દેખાડા કરે છે.

અંતમાં વસોયાએ જણાવેલ છે કે, સરકારને લોકોની સુખાકારી કે સલામતી કરતા વિપક્ષના ધારાસભ્ય આગેવાનોને પક્ષ પલટા કરાવી જીલ્લા તા.પં. તોડવામાં અને વિપક્ષના નાનામોટા આગેવાનોને ભાજપમાં લઇ આવી નાણા અને સતાના જોરે સતા પરિવર્તન અને સતા વિસ્તરણમાં જ રસ છે લોકોનું શું થાય તેમાં જરા પણ રસ ત્યારે ભાજપને મત આપી લોકો પસ્તાઇ રહ્યા છે તેવુ અંતમાં જણાવેલ છે.

(11:33 am IST)