Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

વાંકાનેરમાં ભુગર્ભ ગટરની કુંડીઓના ધારદાર ઢાંકણાથી વારંવાર રાહદારીઓને ઇજા

વાંકાનેર તા.૧૮ : પાલીકાના વોર્ડ ૧ થી ૭ જેમાં ભુગર્ભ ગટરો માટે શેરી ગલીઓ કરાયેલા ખાડાઓ માટીથી બુરાયા હોઇ હાલ આ ઉબડ ખાબડ રસ્તાઓ તથા કુંડીઓના ઢાંકણાઓનું લોખંડની પટ્ટીઓ તૂટેલી હાલતમા રામચોક, ગ્રીનચોક, લક્ષ્મીપરાના દાણાપીઠ ચોક પાસે જોવા મળે છે. જેમાં ચાલતા રાહદારીઓને તે ધારદાર કુંડીના ઢાંકણાની પટ્ટીઓ વાગ્યે પગોમાં લોહીઝાળ ઇજાઓની ઘટનાઓ બની ચુકી છે અને બની રહી છે.

હાલ નગરપાલીકાના પ્રમુખપદે રમેશભાઇ વદરા કે જેઓ સામાન્ય સીટ ઉપર ચુંટાયા છે પરંતુ અનામત સીટ ઉપર ચુંટાયા ન હોઇ છતા બાજુના રાતીદેવરી ગામના દલીત આગેવાન રાતીદેવરી સીટ ઉપર ગ્રામ્ય વિસ્તારના રમેશભાઇ વોરાને અનામત સીટના નામે અઢી વરસ માટે પ્રમુખ બનાવેલ છે. જે ભાજપ પાર્ટીએ નોંધ લીધી કે નહી ? તેની જાણ નથી.

બીજી બાજુ જાણવા મળેલ છે કે આંબેડકટર નગરમાંથી અનામત સીટ ઉપર ચુંટાયેલા મુળજીભાઇ ગેડીયાને પ્રમુખપદે ચુંટવા જોઇએ પરંતુ તેને હાંસીયામાં ધકેલીને તેનો કાયદેસરનો અધિકાર ભાજપ પાર્ટીએ છીનવી લીધો છે જે પ્રશ્ન વાંકાનેરમાં ચર્ચાનો વિષય છે.

પ્રથમ વાંકાનેર ન.પા.ની અઢી વરસની મુદ્દત માટે મહિલા સામાન્ય બેઠક ઉપર જીતુભાઇ સોમાણીના બહેન ઉષાબેન સોમાણી ચુંટાયા હતા તેઓની મુદ્દત પુરી થવા પહેલા તેઓનુ અવસાન થયેલ. ત્યારે ઉપપ્રમુખપદે દર સવા વર્ષે ઉપપ્રમુખ ચુટવાના હતા પરંતુ જનરલ બોર્ડમાં નકકી થયા બાદ માત્ર સવા વર્ષ માટે જેન્તીલાલ મનજીભાઇ ઘરોડીયાને આ પદે બેસાડેલ. હવે તેઓની મુદ્દતપુરી થયા બાદ ઉપપ્રમુખ પદે ધર્મેન્દ્રસિંહ જાડેજા અઢી વર્ષ સુધી ઉપપ્રમુખપદે છે.

બોર્ડમાં નકકી થયાનુ કોઇ બોલતુ નથી. માત્ર સભ્યોને સિમ્બોલ તરીકે જોવાય છે. રહી વાત ભુગર્ભ ગટરની જે કરોડના ખર્ચે ભુગર્ભ ગટરનું કામ શરૂ થયેલ જે હજુ અનેક વિસ્તારોમાં તેના કામો બાકી છે. ભુગર્ભ ગટર શેરી ગલી તથા મેઇન રસ્તા ઉપર ખોદાયેલી કુંડીઓ અંગેની રજૂઆતો સભ્યશ્રીઓ કરે છે પણ કોઇ સાંભળવાવાળુ નથી.

રસ્તાઓ પરના ભુગર્ભ ગટરના ગાબડા બુરાતા નથી તેમાં વળી સીટી સ્ટેશન રોડ ગ્રીનચોક, પ્રતાપરોડ, દરબારગઢ રોડ, રામચોક, પ્રતાપ ચોકના ખાડાઓ લોકોને નુકશાન કરતી હોઇ એ અંગે ન.પા.માં રજૂઆતો લોકોને નુકશાન કરતી હોઇ તે અંગે ન.પા.માં રજૂઆતો કરવા છતા કોઇ સાંભળતુ નથી. લક્ષ્મીપરાની મેઇન ગટરના નાલા તુટેલી હાલતમાં હોઇ જે દોઢેક વર્ષથી આજ સ્થિતિએ છે. સ્ટ્રીટલાઇટો, એલઇડી લાઇટોની લેખીત રજૂઆતો અંગે પણ કંઇ અમલ થતો નથી.

(11:28 am IST)