Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

વિછીયા જી.ઇ.બી. કચેરીમાં આઠ માસથી ઉજાલા બલ્બનુ વેચાણ બંધ!!

વિછીંયા તા. ૧૮: વિંછીયા જી.ઇ.બી. કચેરી ખાતે છેલ્લા ૮ માસથી ઉજાલા બલ્બ અને ટયુબનુ વેચાણ કેન્દ્ર બંધ થઇ જતા લોકો મુશ્કેલીમા મુકાઇ ગયા છે.

તાલુકા મથક વિંછીયામાં સ્ટેશન રોડ પર જીઇબી કચેરી ખાતે ઉજાલા ટયુબ-બલ્બનુ રાહતદરે વેચાણ થતુ હતું. જેનો વિંછીયા શહેર અને તાલુકાના વિવિધ ગામના લોકો લાભ લેતા હતા. પરંતુ ખાટલે મોટી ખોટની જેમ છેલ્લા ૮-૮ માસથી આ વેચાણ કેન્દ્ર બંધ થઇ ગયુ છે.

વધુમાં તપાસ કરતા એવુ જાણવા મળ્યુ કે ખાનગી કોન્ટ્રાકટ મુજબ આ વેચાણ થતુ હતુ હવે જે લોકોને નવા ટયુબ-બલ્બ કે અન્ય વસ્તુઓ લેવી છે અને જે ગ્રાહકોને બલ્બ/ટયુબ ઉડી ગયા છે. તે ગેરંટી છે તેવા લોકો જીઇબી કચેરીએ ધક્કા ખાઇ રહ્યા છે.

આ અંગે સંબંધિત તંત્ર યોગ્ય કરે તેમ વિંછીયા તાલુકાની જનતા ઇચ્છી રહી છે.

(11:27 am IST)