Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

કેશોદમાં ધકકા ખાધા બાદ પણ આધારકાર્ડ ન મળતા વધુ સુવિધા આપવા માંગણી

કેશોદ, તા.૧૮ : કેશોદ શહેરમાં શહેરી વિસ્તાર તથા ગ્રામ્ય વિસ્તારોના અરજદારો નવા આધાર કાર્ડ તથા આધાર કાર્ડમાં સુધારા વધારા માટે અરજી કરવા આવેછે ત્યારે કેશોદની જુની મામલતદાર એસબીઆઈ તથા પોસ્ટ ઓફિસમાં અરજદારોની લાંબી કતારો જોવા મળેછે.આખા દિવસ દરમિયાન એક કીટમાં પીસતાલીસ થી પંચાવન અરજદારોની અરજી સ્વીકારવામાં આવેછે જેથી અન્ય અરજદારોએ ફરીથી બીજા દિવસે લાંબી કતારમાં ઉભુ રહેવુ પડેછે. જેથી અરજદારો પરેશાની ભોગવી રહ્યા છે.

આધાર કાર્ડ અરજી માટે વહેલી સવારથી લાઈનમાં ઉભા રહેછે બપોરે જયારે અરજદારનો ક્રમ આવેછે ત્યારે ઓફીસમાંથી જણાવાય છે કે આજની ત્રીસ અરજી પુર્ણ થઈ ગઈ છે બપોર પછી અથવા આવતી કાલે આવજો તેવો જવાબ સાંભળી અરજદાર પરત જતા રહેછે ફરીથી બીજા દિવસે લાંબી કતારમાં ઉભા રહેછે ત્યારે પણ ફરીથી એ જ જવાબ આજે વારો નહી આવે આવી રીતે અરજદારોધક્કાખાઈરહયાછે. અરજદારો માટે પીવાના પાણીની પણ સુવિધા ન હોવાથી અરજદારો તંત્ર સામે રોષ વ્યકત કરી રહ્યાછે.

નવુ આધાર કાર્ડ કઢાવવુ નામ સુધારવુ જન્મ તારીખમાં સુધારો કરવા આધાર કાર્ડની અરજી કરવા માટે જુની મામલતદાર કચેરી પોસ્ટ ઓફિસ તથા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં એક એક કીટ કાર્યરત છે પણ તમામ જગ્યાઓએ અરજદારોની લાંબી કતારો જોવા મળેછે.

સવારથી અરજદારો લાઈનમાં ઉભા રહેછે પણ દરરોજ પીસતાલીસથી પંચાવન અરજદારોની અરજી સ્વીકારવામાં આવે છે, બાકીના અરજદારોએ ફરીથી અરજી કરવી પડેછે. અનેક અરજદારો પાંચથી સાત વખત ધક્કા ખાધા બાદ પણ વારો નથી

કેશોદમાં છ કીટની જરૂરીયાત હોય તેવી લોકોમાંથી માંગ ઉઠી છે. જેની સામે માત્ર ત્રણ કીટ કાર્યરત હોય ત્યારે વધુ કીટો ઉપલબ્ધ કરાવવામાં આવે અરજદારોને અરજી કરવા ધક્કા ખાવા ન પડે તેવી સુવિધા માટે લોકો તંત્ર પાસે માંગણી કરી રહ્યા છે.

(11:26 am IST)