Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

સાવરકુંડલા : ભેરાઇમાં વિધવા મહિલાઓ માટે સેવાકાર્ય

સાવરકુંડલા :  પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા પ્રજાહિત માટે વિવિધ યોજનાઓમાં અમલમાં મુકવામાં આવેલ છે ત્યારે તેમાંની જ એક યોજના એટલે વિધવા સહાય યોજના. રાજુલા તાલુકાના ભેરાઈ ગામનાં શિક્ષકશ્રી ઘનશ્યામભાઈ કચીયા તથા નાગરિકશ્રી લખમણભાઈ રામ દ્વારા ગામની યુવા તથા વૃદ્ઘ વિધવા મહિલાઓને જીવન જરૂરિયાત માટે વિધવા સહાય મળે તેવાં માનવ સેવાના ઉમદા આશય સાથે પૂર્વાયોજન સાથે વિધવા મહિલાઓની શાળામાં મીટીંગ રાખવામાં આવી. જેમાં ૬૦ જેટલી વિધવા મહિલાઓએ હાજરી આપી. આ મીટીંગમાં વિધવા સહાય યોજના માટે જરૂરી પૂરવાની માહિતી આપવામાં આવી. તથા મામલતદાર કચેરીએથી જરૂરિયાત મુજબ ફોર્મ લાવી આપવામાં આવ્યાં. શાળાનાં શિક્ષકશ્રી કચીયા સાહેબ દ્વારા આ વિધવા બહેનોને આ યોજના અંગે માહિતી આપવામાં આવી. તથા સત્વરે તમામ પૂરવા હાજર કરવા તાકીદ કરવામાં આવી. જેથી તમામ બહેનોના ફોર્મ એક સાથે કચેરીએ જમા કરાવી શકાય. સાથે સાથે જે મહિલાઓને પૂરવા ઘટતા તેને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યમાં ગામ પંચાયતનો સ્ટાફ તથા આરોગ્ય અને શાળાનો સ્ટાફ સહાય માટે નિઃસ્વાર્થભાવે જોડાયો હતો. આ કાર્ય માટે ગામનાં નાગરિકો તથા પત્રકાર ચેતનદાદાએ માનવ સેવાભાવી આ કચીયાભાઈ તથા લખમણભાઈને અભિનંદન આપ્યાં હતા. (તસ્વીર-અહેવાલ : ઈકબાલ ગૌરી, સાવરકુંડલા)

(11:21 am IST)