Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

ઉના પંથકની સગીરાની આબરૂ લેવાની કોશિષના કેસમાં કૌટુંબિક કાકાને ત્રણ વર્ષની સજા અને દંડ ફટકારતી કોર્ટ

ઉના તા. ૧૮ : ઉના તાલુકા કાંધી ગામે ૧૯ મહિના પહેલા સગીર યુવતીના કૌટુંબીક કાકાએ કરેલ દુષ્કર્મના ગુનામાં આરોપીને ૩ વરસની જેલની સજા તથા ૩ હજાર રૂપીયાનો દંડ ની સજા કરતી સ્પેશ્યલ પોસ્કો કોર્ટના જજશ્રીએ ફરમાવેલ હતી.

ઉના તાલુકાના કાંધી ગામે ગત તા.ર૧/૧૦/ર૦૧૭ ના રોજ સગીર યુવતી ૧૭ વરસ ૩ માસની ઘરે એકલી હતી. પિતા ગાંગડા ગામે સગાઇમાં ગયા હતા ત્યારે સગીરાની એકલતાનો લાભ લઇ કૌટુંબીક કાકા રાજેશ ઉર્ફે જશુ ધીરૂભાઇ ગોહીલ ઉ.ર૩ રે.કાંધી વાળો આવી કિસ કરી આબરૂલેવાની કોશીષ કરી બથભરી નિર્લજ હુમલો કરીયો હતો અને સગીરાએ પિતાને ફોન કરવાની ધમકી આપતા જો કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ તેમ કહી નાસી છુટયો હતો. ત્યાર બાદ તેના કૌટુંબિકભાઇ આવી જતા તેજાભાઇને વાત કરતા તુરંત ગાંગડા ગામે સગાઇમાં ગયેલ ત્યાં સગીરાને પણ આકા ગામનો ભાઇ લઇ જઇ વાત કરાતા ઉના પોલીસ સ્ટેશને આવી સગીરાએ કૌટુંબીક કાકા સામે ફરીયાદ દાખલ કરતા પોલીસે તેની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરેલ અને ચાર્જશીટ કોર્ટમાં રજુ કરેલ હતું.

ઉનામાં આવેલ સ્પેસીયલ પોકસો કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલ મોહનભાઇ ગોહીલે બચાવ પક્ષે દલીલો હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટના ચુકાદા રજુ કરી સખતમાં સખત સજા કરવા અપીલ કરી હતી તેમજ સગીરાની જુબાની પોલીસ અધિકારીની તપાસનીસ અધિકારીની જુબાની ધ્યાને લઇ આજે ઉનામાં આવેલ સ્પેસીયલ પોકસો કોર્ટના જજશ્રી ડી.એસ.ત્રિવેદી આરોપી સાથે ગુનો સાબીત માની પોકસો કલમ ૮ ના ગુનામાં ૩ વરસની સજા આ.પી.સી.૩પ૪ ની કલમ માં ૧ વરસની કેદ રૂ.૧૦૦૦/- દંડ આઇ.બી.સી.૪પરની કમલ ર વરસની કેદની સજા પ૦૦/ દંડ ત્થા પ૦૬૮૧,માં ૬ માસની સાજા ૧ હજાર દંડની સજા કરી હતી.

(11:21 am IST)