Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

પાલીતાણાનો જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુન્હાનો વોન્ટેડ આરોપી માતરના અલીન્દ્રાથી ઝડપાયો

ભાવનગર આર આર સેલની ટીમે આરોપીને તેના ઘરેથી ઝડપી ગંગાજળિયા પોલીસને સોંપ્યો

 

ભાવનગર ;પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનના જાનથી મારી નાખવાની ધમકી આપનાર વોન્ટેડ આરોપીને તેના ઘેરથી ભાવનગર આર આર સેલની ટીમે ઝડપી લીધો છે

  ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારના માર્ગદર્શન અને સુચનાથી આર.આર. સેલના સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનનાં ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી અર્જુનસીંગ ભજનસીંગ કલાણી/સરદારજી * ..૧૯ ) ( રહેવાસી અલીન્દ્રા ગામ તા.માતર જી.ખેડા) ને તેના ઘરેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

(1:07 am IST)
  • ઈન્ડોનેશિયા ઓપન : શ્રીકાંત અને સિંધુ પ્રી-કવાર્ટર ફાઈનલમાં પહોંચ્યા access_time 1:08 pm IST

  • અમદાવાદમાં જન્મજાત થેલેસેમિયા રોગથી પીડાતી મહિલાએ આપ્યો બાળકીને જન્મ: ગુજરાતનો પ્રથમ કિસ્સો : જન્મના 3 મહિનાથી જ થેલેસેમિયા પીડિત 26 વર્ષીય યુવતી કિંજલ લાઠીએ બાળકીને જન્મ આપ્યો: થેલેમેસીયા પીડિત યુવતી માતા બન્યાનો ગુજરાતમાં આ પહેલો કિસ્સો હોવાનું ડોક્ટર અનીલ ખત્રીએ જણાવ્યું :દેશભરમાં અત્યાર સુધી માત્ર 5 થી 6 કેસમાં થેલેસેમિયાગ્રસ્ત મહિલા માતા બની access_time 1:15 am IST

  • હવે ગ્રાન્ટેડ કોલેજોમાં પણ ઓનલાઈન હાજરી પુરાવા માટે શિક્ષણ વિભાગનો આદેશ : શાળાઓ અને કોલેજોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઓનલાઈન હાજરી પુરાવાની પ્રક્રિયા સફળ થયા બાદ યુજી અને પીજીની 350થી વધુ ગ્રાન્ટેડ કોલેજોમાં પણ ઓનલાઈન હાજરી પુરાવા માટે શિક્ષણ વિભાગ દ્વારા આદેશ કરાયો :તમામ ગ્રાન્ટેડ કોલેજોને 1 ઓગસ્ટથી ફરજીયાત રીતે શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરી ઓનલાઈન પુરાવાની રહેશે access_time 1:16 am IST