Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

જામનગરના મકરાણી સણોસરામાં બહેનની દેરાણી સાથેના આડાસંબંધના કારણે યુવકે આયખુ ટુંકાવ્યું

જામનગર તા. ૧૮ : મકરાણી સણોસરા ગામે રહેતા શંકરભાઈ રવેશીંગભાઈ ગણાવા એ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૭–૬–ર૦૧૮ના મકરાણી સણોસરા ગામની સીમમાં આ કામે મરણ જનાર હુશેનભાઈ રેવશીંગભાઈ ગણાવા, ઉ.વ.ર૭, રે. મકરાણી સણોસર ગામ તા.કાલાવડ, જિ. જામનગરવાળા ને તેમની નાની બહેન સારીકાની દેરાણી સાથે આડા સંબંધ હોય જે બાબતે જાહેર કરનાર શંકરભાઈએ મરણ જનાર હુનેશભાઈ રવેશીંગભાઈ ગણવાને ઠપકો આપતા લાગી આવતા પોતાની જાતે ગળાફાંસો ખાઈ જતા મરણ ગયેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કાના છીકારી ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા

મેઘપર પોલીસ સ્ટેશનમાં કોન્સ. ક્રિપાલસિંહ ચંદ્રસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૭ના કાના છીકારી ગામે આ કામના આરોપી કિશોરસિંહ ઉમેદસિંહ ઝાલા એ પોતાના અંગત ફાયદા માટે બહારથી આ કામના અન્ય આરોપી પરષોતમ દેવજી ધારવીયા, પરષોતમ ખીમજી સોનગરા, કમરૂદીન શદરૂદીન મુખીડા, વિક્રમસિંહ નાથુભા ચુડાસમા વાળા ખેલીયો ને બોલાવી ગંજીપતાના પાના વડે પોતાના રહેણાક મકાનમાં રોન પોલીસ નામનો રૂપિયાની હારજીતનો જુગાર રમી રોકડા રૂપિયા ૪૯૦૦૦ તથા મોટર સાયકલ નંગ– ર કિંમત રૂ.૧,૦૦,૦૦૦  એમ કુલ કિંમત રૂ.૧,૪૯,૦૦૦ ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ઘરના દરવાજા ખોલી રોકડાની ઉઠાંતરી કરતો અજાણ્યો ચોર ઇસમ

અહીં સીટી સી પોલીસ સ્ટેશનમાં વિરાજપાલસિંહ લખમીસિંહ ચૌધરી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૭–૬–ર૦૧૮ના રવિપાર્ક ટાઉનશીપમાં ફરીયાદી વિરાજપાલસિંહના મકાનમાં પાછળથી આ કામનો અજાણ્યો કોઈ ચોર ઈસમે રૂમની બારીનું શટર ખોલી તેમાંથી હાથ નાખીને દરવાજાનો આકડીયો ખોલી અંદર પ્રવેશ કરીને રૂમમાં પડેલ પર્સ માંથી રોકડા રૂ.૩ર૦૦ તેમજ બીજા રૂમમાં પડેલ બે મોબાઈલ કિંમત રૂ.૧પ,૦૦૦ એમ કુલ રૂ.૧૮,ર૦૦ની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

બેડ ટોલનાકા પાસે દારૂના જથ્થા સાથે બે ઝડપાયા

સિકકા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. હસમુખભાઈ મનસુખભાઈ તેરૈયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૭ના બેડ ટોલનાકા પાસે  દિનેશભાઈ નાયાભાઈ સંજોટ  ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્જામાં ભારતીય બનાવટની પરપ્રાંતની ઓલ્ડ મંન્ક ટ્રીપલ એકસ રમ ૭પ૦ એમ.એલ.ની કંપની શીલ પેક ફોર સેલ ઈન દિલ્હી ઓન્લી ની બોટલ નંગ–૩, કિંમત રૂ.૧પ૦૦ની તથા  આરોપી કારાભાઈ પાસેથી લઈ ઉપરોકત ઈંગ્લીશ દારૂની બોટલો તથા સફેદ કલરની અલ્ટો કાર નં. જી.જે.૧૦ બી.આર.૬૦૧૭ કિંમત રૂ. ૧,પ૧,પ૦૦નો મુદામાલ સાથે આરોપી દિનેશભાઈએ આ કામના અન્ય આરોપી કારાભાઈને વેંચાણ અર્થે જથ્થો આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રકની લોન ન ભરપાઇ કરી ઠગાઇ કર્યાની ફરિયાદ

અહીં સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં વિનોદકુમાર ચંદ્રમણી કુશવાહા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૦–૧–ર૦૧૮ થી આજદીન સુધી આ કામના ફરીયાદીના એડમેનમ ફાઈનાન્સ લીમીટેડ કંપની પાસેથી આ કામના આરોપી જાવેદ હાજીભાઈ દલ એ ટ્રક નં. જી.જે.૧૦–ટી.વી.–૬૦૦૯ ની લોન રૂ.ર,પ૪,૬૧પ તથા ટ્રક નં. જી.જે.૧ર.વાય.–૯૮૧૧ ની ોન ના રૂ.૧,૭૯,૮૮૦ મળી કુલ રૂ.૪,૩૪,૪૯પ ની બદઈરાદાથી લોન ભરપાઈ ન કરવી પડે તે માટે આ કામના આરોપી અસલમ ઉર્ફે રમજાન અકબર હુશેન એ સાથે મળી આ બંને ટ્રકો ભંગારમાં સ્કેપમાં કપાવી બંને નાશ કરી ગુન્હાહીત ઈરાદાથી વિશ્વાસઘાત કરી ઠગાઈ કરી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

બાળકને ઝેરી જનાવર કરડી જતા મોત

રવાણી ખીજડીયા ગામે રહેતા બચુભાઈ ઈમાનભાઈ આંબલીયારા, ઉ.વ.૩૦ એ પંચ ભએભ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૬ના જનાર સંનાબેન બચુભાઈ ઈમાનભાઈ આંબલીયારા, ઉ.વ.૦ર, રે. રવાણી ખીજડીયા ગામ, તા.જિ. જામનગરવાળા પોતાના ઘર પાસે સાંજે આશરે પાંચેક વાગ્યા રમતા રમતા કોઈ ઝેરી જનાવર કરડી જતા મરણ ગયેલ છે.

શોર્ટ લાગતા આર્મીમેનનું મોત

અહીં આર્મી કેમ્પમાં રહેતા સુધાનંદન વીકાસુમર અપ્પા ઉ.વ.૩૬, એ સીટી ભએભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૭ના જનાર મલીકાર્જુન ગોડા, ઉ.વ.૩૪, રે. ૬–મદ્રાસ યુનીટ આર્મી કેમ્પ, જામનગરવાળા પોતાના રહેણાક મકાને આર્મી કેમ્પમાં વરસાદના કારણે પાણી ભરાયેલ હોય જેથી મેઈન સ્વીચ બંધ કરેલ હોય જે બપોરના કલાક ૧૩–૦૦ વાગ્યાના સુમારે વરસાદનું પાણી ઓછુ થતા મેઈન સ્વીચ ચાલુ કરવા જતા ઈલેકટ્રીક શોટ લાગતા સારવાર માટે મીલ્ટ્રી હોસ્પિટલમાં લાવતા ફરજ પરના ડોકટરે મરણ ગયેલ જાહેર કરેલ છે.

(4:13 pm IST)