Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

સૌરાષ્ટ્રના ૧૪ જેટલા ડેમ ઓવરફલો

ગીર સોમનાથ, જુનાગઢ, દેવભુમી દ્વારકા, રાજકોટ, અમરેલી, જામનગર, જુનાગઢ જીલ્લામાં અનેક ડેમ-ચેકડેમ નદી, નાળા છલકાયા

રાજકોટ, તા., ૧૮: રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કયાંક ભારે તો કયાંક હળવો વરસાદ વરસતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું છે અને સૌરાષ્ટ્રના લગભગ ૧૪ જેટલા ડેમ ઓવરફલો થયા છે. ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, રાજકોટ, દેવભુમી દ્વારકા, જામનગર જીલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે ૧૪ જેટલા ડેમ ઓવરફલો થયા છે. જેમાં આંબાજળ, ધ્રાફડ, બાંટવા ખારા, ઓજત, શાપુર, હિરણ, શિંગોડા, રાવળ, સહીત અનેક ડેમો ઓવરફલો થયા છે અને તેના કારણે જળસંકટ ટળ્યું છે.

(3:50 pm IST)