Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

હવે વરસાદે જામનગર વીજ તંત્રને દોડતુ કર્યુ હાલારના ૭૦ ગામોમાં અંધારપટઃ ટીમો દોડી

સૌરાષ્ટ્રભરમાં ૯૦૦ થાંભલા જમીનદોસ્તઃ ૩૦૦ થી વધુ ફીડર બંધ

રાજકોટ તા. ૧૮ :.. રાજકોટ-ભાવનગર-જુનાગઢ-અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ-પુરના પાણીને કારણે સેંકડો થાંભલા પડી ગયા ગામડાઓમાં અંધારપટ છવાઇ ગયો, જીઇબીની ટીમો બધુ રાબેતા મુજબ રાઉન્ડ ધ કલોક કામ કરી રહી છે.

આ બધુ ચાલતુ હતું ત્યાં ગઇકાલથી જામનગર જીલ્લા ઉપર મેઘસવારી જામતા અને પ થી ૧૬ ઇંચ જેવો અતિભારે વરસાદ પડી જતા હાલારમાં વીજ તંત્રને મેઘરાજાએ દોડતુ કરી દિધુ છે, જામનગર જીલ્લામાં થાંભલા-વીજ લાઇન તૂટી પડવાથી ફીડર બંધ થઇ જતા જામનગર પંથકના ૭૦ ગામડામાં અંધારપટ છવાઇ ગયો છે.

લાઇટ વ્યવહાર પૂર્વવત કરવા વીજ તંત્રની ટીમો દોડી ગઇ છે.

દરમિયાન આજે પણ સવારે ૯ વાગ્યાના અહેવાલ પ્રમાણે ૩૦૦ થી વધુ ફીડર બંધ હોવાનું વીજ તંત્રે જાહેર કર્યુ છે, ૯૦૦ થી વધુ થાંભલા પડી ગયા હોય તે ઉભા કરવા વધુ ટીમો મોકલાઇ છે, સૌથી વધુ ભાવનગર જીલ્લામાં ર૩૧ અને જૂનાગઢ પંથકમાં ૧૭પ વીજ પોલ ઉખડી ગયાના રીપોર્ટ છે.

(11:57 am IST)