Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

ચોમાસા દરમ્યાન શહેરી વિસ્તારમાં પુર વાવાઝોડાની સ્થિતિમાં લોકોએ શું તકેદારી રાખવી

સુરેન્દ્રનગર આપતિ વ્યવસ્થાન કેન્દ્રની લોકોને અફળીથી દુર રહેલા અપીલ

સુરેન્દ્રનગર, તા.૧૮: સમગ્ર રાજયમાં ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ચુકી છે. સાર્વત્રિક વરસાદ ચાલુ છે. ચોમાસા દરમ્યાન ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં પુર વાવાઝોડાની સ્થિતિ સર્જાય ત્યારે જાનમાલની નુકશાનીથી બચી શકાય તે માટે ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં વસતા નાગરિકોએ નીચે મુજબની તકેદારી રાખવા આપત્ત્િ। વ્યવસ્થાપન કેન્દ્ર સુરેન્દ્રનગરની યાદીમાં જણાવાયું છે.

આપત્ત્િ। વ્યવસ્થાપન કેન્દ્ર સુરેન્દ્રનગરની યાદીમાં જણાવાયાનુસાર વાવાઝોડા પહેલા અફવા ફેલાવશો નહીં, શાંત રહો, ગભરાટ કરશો નહીં, રહેઠાણની મજબુતીની ખાતરી કરી લો, અને બાંધકામને લગતી ક્ષતિઓ દૂર કરો, સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહો, આપના રેડીયો સેટને ચાલુ હાલતમાં રાખો, ચકાસી લો, બેટરીથી ચાલતા રેડીયો વાપરવા સલાહભર્યું છે., સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહેવા પ્રયત્ન કરો, જો જોખમી વિસ્તારમાં રહેતા હોવ તો વાવાઝોડાની પ્રથમ આગાહી સમયે જ સ્થળાંતર કરવું સલાહ ભર્યું છે, સ્થળાંતર સમયે ગભરાટ ફેલાવશો નહીં, સ્થળાંતર સમયે ગભરાટ ફેલાવશો નહીં, સ્થળાંતર સમયે સામાન તથા ઢોર-ઢાંખરની સલામતીનું ધ્યાન રાખો, ઢોર-ઢાંખરને ખૂંટાથી છૂટા કરી રાખો, માછીમારોએ દરીયામાં જવું નહીં, બોટ સલામત સ્થળે લાંગરવી, અગરીયાઓએ સલામત સ્થળે ખસી જવું,  લણણી માટે તૈયાર પાકને સમયસર લણી લઈ સલામત સ્થળે ખસેડો, જેથી વાવાઝોડાથી થતું નુકશાન અટકાવી શકાય, મોટા વૃક્ષની નબળી ડાળીઓ, સુકા, રોગયુકત ભાગો કાપી નાંખો, જેથી પડી જવાથી થતું નુકશાન અટકાવી શકાય, કેટલાક લાકડાના પાટીયા રાખો જે બારીઓમાં જડી શકાય, આશ્રય લઈ શકાય તેવા ઉંચા સ્થળો ધ્યાનમાં રાખો, રેડીયો ટોર્ચ, ફાનસ, વધારાની બેટરી સાથે રાખો, બિમાર વ્યકિતઓ અને બાળકો માટે ખોરાક, પાણી અને દવાઓની લગભગ સાતેક દિવસ ચાલે તેવી વ્યવસ્થા રાખો,  સુકો નાસ્તો, પાણી, દ્યાબળા, કપડાં અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખો, અગત્યના ટેલિફોન નંબર હાથવગા રાખો, ઘરના સભ્યો અને ખાસ કરીને બાળકોમાં વાવાઝોડા અને તેની અસરો તેમજ સલામતીના પગલા વિશે ચર્ચા કરો જેથી કટોકટીના સમયે કોણે શું કરવું તેનું તેઓને જ્ઞાન રહે આમ કરવાથી તેઓનો ભય દૂર થશે અને આપત્ત્િ। સમયે ઝડપથી સલામતી ભર્યા પગલા લેવાની સૂઝ વિકસશે.

(11:55 am IST)